ગુજરાતપાટણ

પાટણમાંથી ઝડપાયેલા સટ્ટાકિંગનાં રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજુ કરાયો

Rate this post

Patan : પાટણ શહેરની યશવિહાર સોસાયટીના એક મકાનમાંથી તા. 27-7-2024નાં રોજ ભૂજ કચ્છ બોર્ડર રેન્જ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે પકડેલા દુબઈ રિટર્ન આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સટ્ટાબાજ અને વિવાદાસ્પદ મહાદેવ એપની (Mahadev App) સાથે સંકળાયેલ ભરત ઉર્ફે અર્જુન મુમજી ભાઈ ચૌધરીના ચાર દિવસના વધુ રિમાન્ડ પુરા થતા આ કેસની તપાસ કરતી સીટનાં લીડર નખત્રાણાનાં ડીવાયએસપી ભગોરા અને પીઆઈ એલ.પી. બોડાણાએ સોમવારે ફરી એકવાર પાટણની જ્યુડિસીયલ કોર્ટમાં આરોપીને રજુ કર્યો હતો. પાટણની કોર્ટે તેને જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલવાનો અને આગામી તા.17-8-2024 નાં રોજ ફરીથી કોર્ટમાં વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી રજુ કરવાનો આદેશ કર્યો હતો.

આ દરમિયાન આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 112(2) મુજબની કલમનો ઉમેરો કરવા જણાવી પોલીસે કોર્ટમાં રજુઆત કરી હતી કે, આ કેસનાં આરોપીઓ સામે મોટાભાગનાં રાજ્યોમાં આવા ગુનાઓ દાખલ થયેલા હોવાનું તપાસ દરમિયાન ફલીત થયેલ હોવાથી આ ગુનામાં ઉપરોક્ત કલમનો ઉમેરો કરવા વિનંતી કરતાં તેને કોર્ટે સ્વિકારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી ભરત ચૌધરીને અગાઉ તા. 27 જુલાઈ પોલીસે પાટણ કોર્ટમાં રજૂ કરી 1 ઓગેસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જે પુરા થતાં વધુ તપાસ માટે ફરી કોર્ટમાં રજુ કરતાં પાટણના મેજીસ્ટ્રીટ એસ.એસ. જાનીએ તા. 5-8-2024 સુધીનાં રીમાન્ડ મંજુર કર્યા હતા. આ રીમાન્ડ દરમ્યાન પોલીસે આરોપી ભરત ચૌધરી સહિત અન્ય આરોપીઓની તપાસ હાથ ધરી હતી. જેમાં કેટલાક મહત્વના તથ્યો બહાર આવ્યા હતા. આ કેસની તપાસ અત્યારે ભૂજ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરીને કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *