પાટણ: શંખેશ્વર-પાડલા રોડ પરથી બે મોટર સાયકલ, એક પીકઅપ ડાલુ સાથે ત્રણ રીઢા ચોર ઝડપાયા, અંદાજે 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
શંખેશ્વર-પાડલા રોડ ઉપર કાચા રસ્તા ઉપર બે મોટર સાયકલ તેમજ એક પીકઅપ ડાલુ સાથે ત્રણ રીઢા ચોરને રૂ 2,90,600/- ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.
શંખેશ્વર પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, શંખેશ્વર-પાડલા રોડ ઉપર જોગણી માતાજીના મંદીર નજીકમાં કાચા રસ્તા ઉપર બે મોટર સાયકલ તેમજ એક પીકઅપ ડાલુ અને ત્રણેક શંકાસ્પદ માણસો ઉભા છે. જે હકીકત આધારે જગ્યાએ જતાં એક પીકઅપ ડાલુ તેમજ બે મોટર સાઇકલ સાથે ત્રણ ઇસમોને કોર્ડન કરી પોલીસે પકડી પાડ્યા હતા.
ફેસટેક એપ્લીકેશન માધ્યમથી સર્ચ કરતાં આ ત્રણે ઇસમો અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલ હોવાની હકીકત જણાઇ આવતાં આ બાબતે પુછ-પરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતા ના હોઈ અને દશેક દીવસ પહેલાં માંડલ નજીક રોડ ઉપરથી 2 પશુની ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી. આ આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી કલમ-41(1)ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓના નામ-સરનામાં
(1) સાદીકભાઇ ઉર્ફે ગડો અહેમદભાઇ મહમદભાઇ જાતે બાદલાણી (ખાટકી મુસ્લીમ) રહે ધાંગધ્રા મોચીવાસ
(2) અસલમભાઇ સલીમભાઇ લાડભાઇ જાતે ભટ્ટી રહે ધાંગધ્રા મોચીવાસ મદીના મસ્જીદપાસે તા-ધ્રાંગધ્રા
(3) ઇમરાનભાઇ રહીમભાઇ નાનજીભાઇ જાતે ચુંડેસરા (ધાંચી) રહે- રાવળીયાવદર કોળીવાસ રામજી મંદીરપાસે
રીકવર/કબ્જે કરેલ મુદ્દામાલ
(1) પીકઆપ ડાલુ નંગ-1 કિ.રૂ 2,50,000/-
(2) મો સા નંગ-2 કિં.રૂ.37,000/-
(3) મોબાઇલ નંગ-3 કિં.રૂ.1300/-
(4) રોડક રકમ-1950/-
(5) રસ્સી નંગ-4 કિ.રૂ 350/- મળી કુલ મુદામાલ રૂ 2,90,600/-