ગુજરાત

ઘરેથી નોકરીએ જવાનું કહી નીકળેલી લેડી ડોક્ટરની તાપીમાંથી લાશ મળી, 27 દિવસ પહેલા જ થયા હતા લગ્ન

Rate this post

Physiotherapist Suicide In Surat: ગુજરાતમાં યુવાઓના આત્મહત્યાના કિસ્સા વધી રહ્યાં છે. હતાશ થયેલો યુવા વર્ગ હવે જીંદગી ટૂંકાવી રહ્યો છે. ત્યારે સુરતમાં પરિણીત ફિઝિયોથેરાપિસ્ટે આપઘાત કર્યાનો ચકચારી કિસ્સો બન્યો છે. આ મહિલાફિઝિયોથેરાપિસ્ટાન 27 દિવસ અગાઉ જ લગ્ન થયા હતા. સુર્ય પુત્રી તાપી નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાલનપુર પાટિયા સ્થિત શ્રી રંગ સોસાયટીમાં રહેતી હેમાંગીબેન ડેરીકભાઈ પટેલના મિસિંગની રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના બાદ હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી હેમાંગીબેનની લાશ મળી આવી હતી. જેથી ફિઝિયોથેરાપિસ્ટે જીવન ટૂંકાવ્યુ હોવાનું સામે આવ્યું છે. હેમાંગીના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. હેમાંગીબેનના હજી 27 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. ત્યારે સિંગણપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મંગળવારથી ગુમ હતા હેમાંગીબેન

બન્યું એમ હતું કે, હેમાંગીબેન ફિઝિયોથેરાપિસ્ટ તરીકે નોકરી કરે છે. મંગળવારે હેમાંગીબેન નોકરી પર જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતું ત્યાર બાદ ઘરે પરત ફર્યા ન હતા. તેના બાદ બુધવારે હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી હેમાંગીબેનની લાશ મળી આવી હતી. આ બાદ તેમના પરિવારજનો દોડી ગયા હતા.

ગાયબ થયા બાદથી ફોન બંધ હતો

પોલીસે હેમાંગીબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. જેથી હેમાંગીબેનના પિયર અને સાસરી પક્ષના લોકો તાત્કાલિક દોડી ગયા હતા. ફોન બંધ આવતા અને હેમાંગીની ભાળ ન મળતા પતિએ તાત્કાલિક પિયરમાં જાણ કરી હતી. જેના બાદ પિયરના લોકોએ પણ તેમની શોધખોળ ચાલુ કરી હતી.

લોકેશન તાપી નદી મળ્યુ હતું

આ વચ્ચે પરિવાર દ્વારા હેમાંગીને અનેક વખત ફોન કરવામાં આવ્યા હતા. પરંતુ હેમાંગી નો ફોન લાગતો ન હતો અને તેની સાથે સંપર્ક થઈ શકતો ન હતો. જોકે હેમાંગીને ફોન પર વહેલી સવારે પરિવારે રિંગ કરી તો રીંગ ગઈ હતી પરંતુ હેમાંગીએ ફોન ઉચક્યો ન હતો. જેને લઇ ફોનને આધારે લોકેશન હનુમાન ટેકરી કાપી નદી કિનારાની આસપાસનું બતાવતું હતું. જ્યાં પરિવાર દ્વારા તપાસ કરાતા તાપી નદીમાંથી યુવતીની લાશ મળી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *