ગુજરાતપાટણપાટણ શહેર

પાટણ જિલ્લાના તમામ શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં હોટલ અને ગેસ્ટહાઉસના માલિકોએ ફરજીયાત કરવું પડશે આ કામ

Rate this post

પાટણ જિલ્લાના શહેરોમાં ત્રાસવાદી અસામાજીક તત્વો દ્વારા લુંટ, ચોરી, ખુન જેવા ગુનાઓ કરવામાં આવી રહ્યા છે. આવા અસામાજિક તત્વો બહારના જિલ્લાના તેમજ પરપ્રાંતના અથવા દેશ બહારથી અત્રેના જિલ્લામાં હોટલ, ધાબા, ગેસ્ટ હાઉસમાં ગુપ્ત આશરો મેળવી શાંતિ અને સલામતીનો ભંગ કરે છે જેનાથી માનવ જીંદગીની ખુવારી થાય છે અને લોકોની જાહેર સંપતિને નુકસાન પહોંચે છે. મહદઅંશે આવા મજુરો પરપ્રાંતના હોય છે. અને ગુનો કરીને જતા રહેતા હોય છે. જેઓની હોટલ કે ગેસ્ટ હાઉસના માલિકો પાસે કોઈ માહિતી હોતી નથી. તેથી જિલ્લાના તમામ શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ્ટહાઉસના માલિકોએ રજીસ્ટરમાં થતી એન્ટ્રીસ PATHIK સોફ્ટવેર માં કરવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું ફરમાવવામાં આવ્યુ છે.

હોટલ કે ગેસ્ટ હાઉસના માલિકો આવી કોઈ માહિતી રાખવા અને પોલીસને માહિતી આપવા માટે ગંભીર રહેતા નથી. તેથી હોટલ વીશીના માલિકે ગ્રાહકના રજીસ્ટર એન્ટ્રીની સાથે દરેક હોટલે પોતાના રીસેપ્શન કાઉન્ટર પર ઈન્ટરનેટ કનેક્ટીવીટી સાથેનું હેડ કમ્પ્યુટર રાખવા તેમજ પાટણ જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK(PROGRAME FOR ANALYSIS OF TRAVELLER & HOTEL INFORMETIKS) ઈન્સ્ટોલ કરાવી રજીસ્ટરમાં થતી એન્ટ્રીઓ PATHIK સોફ્ટવેરમાં પણ કરવાની જરૂરીયાત રહેશે. અવારનવાર આવા ગુનાઓ બનતા હોવાથી બહારથી હોટલ કે ગેસ્ટ હાઉસમાં રોકાણ કરવા આવતા ઈસમોના આઈ.ડી પ્રુફ લેવાની ખાસ જરૂરીયાત ઊભી થઈ છે.

આવા હોટલ માલિકો ઉપર નિયંત્રણ મુકવું જરૂરી હોઈ ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 (1974 ના નં. 2)ની કલમ-144 હેઠળ મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડ દ્વારા જિલ્લાના તમામ શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ્ટહાઉસના માલિકોએ રજીસ્ટરમાં થતી એન્ટ્રીસ PATHIK સોફ્ટવેરમાં કરવા અંગે જાહેરનામું ફરમાવવામાં આવ્યુ છે. હવેથી તમામ હોટલ અને ગેસ્ટહાઉસ માલિકોએ રજીસ્ટરમાં એન્ટ્રી કરાવી પાટણ જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK(PROGRAME FOR ANALYSIS OF TRAVELLER & HOTEL INFORMETIKS) ઈન્સ્ટોલ કરી રજીસ્ટરમાં થતી એન્ટ્રીઓ PATHIK સોફ્ટવેરમાં પણ કરવાની રહેશે. આ જાહેરનામુ તા. 01/12/2022 થી તા. 31/01/2023 (બંને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરવા બદલ આઈ.પી.સી.ની કલમ-188 મુજબ ફરીયાદ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *