મગફળીના ભાવ 1600 ને પાર પહોંચ્યા । જાણો આજનાં મગફળીના બજાર ભાવ
Today’s Groundnut Market Price : મગફળીનાં વેપારીઓ કહે છેકે બજારો હજી થોડા નીચા આવશે, પરંતુ બહુ મોટો ઘટાડો થાય તેવી સંભાવનાં ઓછી છે, કારણ કે મગફળીની વેચવાલી ઘટી રહી છે. ગોંડલ-રાજકોટ સિવાયનાં પીઠાઓમાં હવે ખાસ આવક જ નથી. સમગ્ર ગુજરાતની મળીને મગફળીની આવકો હવે ઘટીને ૫૦ હજાર બોરી આસપાસ થઈ રહી છે, જેમાં પણ હવે તબક્કાવાર ઘટાડો જોવા મળશે. આ વર્ષે ઉનાળુ મગફળીનાં વાવેતર પણ સારા થાય તેવી ધારણા છે કારણ કે અત્યારથી બિયારણની ઘરાકી સારી જોવા મળી રહી છે.
ગોંડલમાં ૧૬થી ૧૭ હજાર બોરીની આવક હતી અને એટલી જ ગુણીનાં વેપારો હતાં. જી-૨૦ મગફળીમાં રૂ.૧૧૦૦થી ૧૪૦૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૫૦, રોહીણી-૨૪ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૦૦, ૩૭ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૨૧નાં ભાવ હતાં. બીટી ૩૨-કાદરીનો ભાવ રૂ.૧૨૦૦થી ૧૩૦૦ સુધીનાં હતાં.
સીંગદાણાની બજારમાં ભાવ સરેરાશ સ્ટેબલ રહ્યાં હતાં. કોમર્શિયલનાં ભાવ રૂ.૧૦૧ પ્રતિ કિલોની સપાટી પર યથાવત રહ્યાં હતાં. આગામી દિવસોમાં સીંગદાણાની બજારમાં ભાવ હજી નીચા આવે તેવી સંભાવનાં દેખાય રહી છે.
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1140 | 1405 |
અમરેલી | 1100 | 1405 |
કોડીનાર | 1126 | 1301 |
સાવરકુંડલા | 1110 | 1355 |
જેતપુર | 941 | 1371 |
પોરબંદર | 1070 | 1370 |
વિસાવદર | 953 | 1371 |
મહુવા | 1250 | 1429 |
ગોંડલ | 800 | 1421 |
કાલાવડ | 1050 | 1380 |
જુનાગઢ | 1020 | 1425 |
જામજોધપુર | 800 | 1400 |
ભાવનગર | 1311 | 1369 |
માણાવદર | 1450 | 1451 |
તળાજા | 1158 | 1367 |
હળવદ | 1170 | 1350 |
જામનગર | 1050 | 1380 |
ભેસાણ | 800 | 1340 |
ખેડબ્રહ્મા | 1120 | 1120 |
સલાલ | 1200 | 1430 |
દાહોદ | 1180 | 1220 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (10/01/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1120 | 1295 |
અમરેલી | 1100 | 1292 |
કોડીનાર | 1172 | 1478 |
સાવરકુંડલા | 1070 | 1286 |
જસદણ | 1150 | 1350 |
મહુવા | 100 | 1437 |
ગોંડલ | 920 | 1341 |
કાલાવડ | 1150 | 1300 |
જુનાગઢ | 1050 | 1280 |
જામજોધપુર | 900 | 1300 |
ઉપલેટા | 1150 | 1341 |
ધોરાજી | 946 | 1251 |
વાંકાનેર | 1275 | 1276 |
જેતપુર | 901 | 1286 |
તળાજા | 1300 | 1537 |
ભાવનગર | 1210 | 1460 |
રાજુલા | 1100 | 1390 |
મોરબી | 800 | 1420 |
જામનગર | 1100 | 1455 |
બાબરા | 1149 | 1331 |
બોટાદ | 1000 | 1300 |
ધારી | 1275 | 1327 |
ખંભાળિયા | 900 | 1440 |
પાલીતાણા | 1176 | 1260 |
લાલપુર | 890 | 1201 |
ધ્રોલ | 980 | 1340 |
હીંમતનગર | 1100 | 1650 |
પાલનપુર | 1300 | 1415 |
તલોદ | 1000 | 1530 |
મોડાસા | 900 | 1500 |
ડિસા | 1271 | 1331 |
ઇડર | 1220 | 1565 |
કપડવંજ | 1400 | 1500 |
સતલાસણા | 1270 | 1272 |