ખેડૂત માટેપાટણ

પાટણ જિલ્લાના ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 18 માં હપ્તાનો લાભ મેળવવા માટે આ વિગત અપડેટ કરાવવી જરૂરી

Rate this post

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક 6000 ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામા આવે છે. કેંદ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને પોતાના પી.એમ.કિસાન એકાઉન્ટમાં જરૂરી વિગતો અપડેટ કરાવવી ફરજીયાત છે.

જે ખેડૂતોને પી.એમ. કિસાનની સહાય મળતી બંધ થઈ ગઈ હોઈ તેમણે લેન્ડ સીડીંગ(જમીનની વિગતો) તેમજ બેંક સાથે આધાર સીડીંગ અને ડી.બી.ટી ઇનેબલ અને ઈ-કે.વાય.સીની વિગતો અપડેટેડ છે કે નહિ તે ખેડૂત જાતે પી.એમ.કિસાન વેબસાઈટ પર જઈને ચેક કરાવી શકે અથવા ગ્રામપંચાયતના વી.સી.ઈ. મારફત અથવા ગ્રામસેવક મારફત ચેક કરાવી શકાશે.

જો ઉપરોક્ત ત્રણ વિગતની: “NO”/”REJECTED” બતાવે તો લેન્ડ સીડીંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવા માટે આપની તાલુકા પંચાયતનો સંપર્ક કરીને વિગતો અપડેટ કરાવી શકાશે. તદુપરાંત બેંક સાથે આધાર સીડીંગ કરાવવા અને ડી.બી.ટી. ઈનેબલ માટે આપનું બેંક ખાતું હોય તે બેંકનો સંપર્ક કરી શકો અથવા આપની નજીકની ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક(પોસ્ટ ઓફિસ) નો સમ્પર્ક કરીને આધાર લીંક બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો. અને ઈ.કે.વાય.સી. કરાવવા માટે આપના ગામના ગ્રામસેવકનો સંપર્ક કરવો અથવા આપના ગામના વી.સી.ઈ.નો સંપર્ક કરીને કરાવી શકાશે.

તદુપરાંત કોમન સર્વિસ સેન્ટર(CSC)નો સમ્પર્ક કરી ઈ-કેવાયસી કરાવી શકાશે.અને આ માટે લાભાર્થીએ આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર તેમજ રુબરુ હાજરી જરૂરી રહેશે. વધુ માહીતી માટે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી), ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક(ખેતી) તેમજ મદદનીશ ખેતી નિયામક (વિ) ની કચેરીનો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *