પાટણના દુધારામપુરા ગામે ભાણીની શોધમાં આવેલા મામાને મારમાર્યો
પાટણ જિલ્લાના હારિજ તાલુકાના દુધારામપુરા ગામે ભાગીને આવેલ પ્રેમી પંખીડાની શોધમાં આવેલા મામાને ભગાડી જનાર યુવાન તેના પરિવાર સભ્યોએ લાકડાની કાતર મારીને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે ઇજાગ્રસ્તે પાટણ તાલુકા પોલીસ મથકે યુવાન અને તેના પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાઇ હતી.
કપડવંજ તાલુકાના ઠુંચાલ ગામે રહેતા અરવિંદસિંહ અજીતસિંહ ઝાલાની ભાણી તાજેતરમાં હારિજ તાલુકાના વાંસા ગામના ઠાકોર રાજુજી અમરતજી ભગાડી લઇ ગયા હતા તેવી માહિતી આધારે અરવિંદસિંહ તેઓ સંબધીઓ સાથે સોમવારે દુધારામપુરા ગામ ખાતે આવ્યા હતા તે વખતે રાજુજી ઠાકોર અને તેના પરિવાર સભ્યો ભેગા થઇને ઝઘડો કરવા લાગ્યા હતા. તે ઝઘડામાં અરવિંદસિંહને માથમાં લાકડાની કાતર મારીને ઈજાઓ પહોંચાડી હતી.
આ અંગે ઇજાગ્રસ્તે પાટણ તાલુકા પોલીસ મથકે ઠાકોર રાજુજી અમરતજી રહે.વાંસા, ઠાકોર પ્રકાશજી રહે.દુધારામપુરા, ઠાકોર પ્રકાશજીની પત્ની અને ભાઇ રહે.તમામ દુધારામપુરા સામે ફરિયાદ નોંધાઇ હતી.