પાટણ: ચંદ્રુમાણામાં ખેતરે પિયત કરતા ખેડૂતનું હાર્ટએટેકથી કરુણ મોત નિપજ્યું
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના આધેડ વ્યક્તિ વ્યાસ દિલીપકુમાર પ્રભાશંકર ઉ.વ. ૪૮ બુધવારે સવારે 10:00 વાગ્યાના અરસામાં ખેતરે પિયત કરવા ગયા હતા તે દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા ખાનગી વાહનમાં તાત્કાલિક પાટણ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પરંતું રસ્તામાં જ તેમનું કરુણ મોત નિપજ્યું હતું. હાલમાં રાજ્યભરમાં છેલ્લા કેટલાય સમયથી હાર્ટએટેકમાં નવયુવાનો સહિત આધેડ અને વૃદ્ધોના મરણ થઈ રહ્યા છે ત્યારે ચંદ્રુમાણા ગામમાં ખેડૂતનું હૃદય રોગના હુમલાથી મોત થતા ગામમાં પણ ગમગીની ફેલાઇ હતી.