પાટણ શહેરમાંથી 11 વર્ષીય કિશોરીનું થયું અપહરણ
પાટણ શહેરમાં એક શ્રમિક પરિવારની કિશોરી ઘરેથી કોઈને કીધા વગર ક્યાંક જતી રહી હોવાથી તેની શોધખોળના અંતે કિશોરી ન મળતા તેની માતાએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે પાટણ જિલ્લામાં પોક્સો એક્ટ 2012 મુજબ અત્યાર સુધીમાં 484 ગુના નોંધાયા છે.
ત્યારે તાજેતરમાં પાટણ શહેરમાં રહેતા મજુર પરિવારની 11 વર્ષની દીકરીને તારીખ 20/12/2022 રાત્રે નવ વાગ્યાના અરસામાં ઘરેથી કોઈ અજાણ્યો શખ્સ તેને ભગાડી ગયો હોવાની કિશોરીની માતાએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના તપાસ અધિકારી પી.આઈ એમ.એ.પટેલે જણાવ્યું હતું કે કિશોરીના પરિવારે તેની અંગત રીતે શોધખોળ હાથ ધરી હતી પણ કંઈ પત્તો ન લાગતા ગુનો નોંધાયો હતો. કિશોરીની સગાઈ થઈ હોવાથી તે છોકરાએ તેને મોબાઈલ ફોન આપેલ હોઈ તેના સીડીઆર(CDR) Call Detail Record આધારે તપાસ હાથ ધરી છે.
- પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ
- પાટણનાં ડેર પાસે કારે ટક્કર મારતાં બાઇક પર સવાર માતા-પુત્રનાં મોત,પતિ ઘાયલ
- ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઇભક્તો
- કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ ના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો
- પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા દોડધામ