ગુજરાત

બનાસ નદીના પટમાં થી ઓવરલોડ ભરેલીવધુ પાંચ ડમ્પર ઝડપાયા

Rate this post

શિહોરી પોલીસ નો સપાટો એક જ દિવસમાં બનાસ નદીમાંથી 6 ડમ્પર ઝડપી પાડ્યા

કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થી પસાર થતી બનાસ નદીના પટમાં રાત દિવસ ભૂમાફિયાઓ દ્વારા લાખો કરોડો રૂપિયાની કમાણી રહ્યા છે ત્યારે પાલનપુર ભૂસ્તર વિભાગ અને ગાંધીનગર ની ફ્લાઇંગ સ્કોડ અને વિજિલન્સ વિભાગ ની કામગીરી અંગે સવાલો ઉભા થવા પામ્યા છે

શિહોરી પોલીસ ની હદમાં આવેલા વિસ્તારો માં બનાસ નદીના પટમાં થી રેતી ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે પહેલા 1 ગાડી અને ત્યાર બાદ કસલપૂરા ની બનાસ નદીમાં થી ઓવરલોડ રેતી ભરેલ 5 ગાડીઓ શિહોરી પોલીસે ઝડપી પાડી ને પાલનપુર ભૂસ્તર શાસ્ત્રી ખાન ખનિજ વિભાગ ને રિપોર્ટ મોકલી આપવામાં આવશે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હાલમાં લાખો રૂપિયા ના મુદ્દામાલ કબજે કરી ને દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે

જેમાં ઝડપાયેલ ગાડીઓ (૧)GJ.08.AU.8305 (૨)GJ.24.X.1849 (૩)GJ .17.XX.7358 (૪)GJ.24.X.2865 (૫)GJ .24.X.2993 નંબર ની ટ્રકો સામે ઓવરલોડ રેતી વહન કરતી ગાડીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે આખરે ખાણ ખનીજ વિભાગ દ્વારા કેટલો દંડ વસૂલવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *