પાટણ: વારાહી હાઇવે પર અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા બાઈકચાલકનું ઘટના સ્થળે નિપજ્યું મોત
વારાહી હાઇવે ઉપર બુધવારના રોજ બપોરે એક કલાકે વારાહી તરફ આવી રહેલ ગોખાંતર ગામના ભરવાડ ધોનાભાઈ ભુરાભાઈ પોતાનું બાઈક લઈને આવી રહેલા હતા ત્યારે પાછળથી આવેલ અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત નિપજ્યું હતું.
સાંતલપુર તાલુકાના ગોખાંતર ગામના ભરવાડ ધોનાભાઇ ભુરાભાઈ પોતાનું બાઈક લઈને વારાહી હાઇવે ઉપર આવેલ ગંજ બજારમાં કામકાજ અર્થે આવેલા હતા ગંજ બજારમાંથી કામકાજ પતાવી તેઓ પોતાનું બાઈક લઇ પોતાના ગામ ગોખાંતર જવા માટે નીકળેલ ત્યારે વારાહી સબ સ્ટેશન પાસે પાછળથી આવી રહેલ અજાણ્યા વાહને ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અજાણ્યો વાહન ચાલક વાહન લઇને ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરી જતા વારાહીમાંથી ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં હાઇવે પર દોડી આવ્યા હતા જ્યારે વારાહી પોલીસ દ્વારા લાશ ને પીએમ માટે વારાહી સીએચસી ખાતે લઈ જવામાં આવી હતી.