પાટણ : ઘરમાં કપડાં લેવા જતાં મહિલાને સાપે માર્યો ડંખ.
સરસ્વતીના ઉંદરાથી સાંપરા જતા રોડ ઉપર ખેતરમાં રહેતા અમરીબેન ચેલાજી ઠાકોર વહેલી સવારે ચા પાણી કરી ઘરની ઓસરીમાં પડેલા કપડામાંથી પતિ માટે કપડા લેવા જતા સાપ અચાનક હાથની આંગળી ઉપર ડંખ માર્યો હતો. જેથી તાત્કાલિક મહિલાને પાટણ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા જીવ બચી ગયો હતો.
ઉંદરા ગામની સીમમાં રહેતા અમરીબેન ઠાકોર વહેલી સવારે પોતાના ઘરમાં હતા તે દરમિયાન જમીન પર પડેલાં કપડા લેવા જતાં અચાનક હાથ પાછો ખેંચી આંગળી ઉપર કંઈક કરડ્યું હોવાનો અહેસાસ થતાં તેમણે ઓસરીમાં કપડા હટાવી જોતા કપડામાં વીંટળાયેલ સાપ જોવા મળ્યો હતો. તાત્કાલિક બહાર આવી કુટુંબને જાણ કરતા તાત્કાલિક ખાનગી ગાડીમાં પાટણ દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. સમયસર સારવાર મળતા મહિલાનો જીવ બચી જતા કુટુંબીઓએ રાહતનો શ્વાસ લીધો હતો .