દિક્ષિતા ઘીવાલા ના આપઘાત નું કારણ જાણી ચોંકી જશો, આ કારણે કર્યો આપઘાત
પાટણ શહેરમાં શુક્રવારે ખાન સરોવર માં દિક્ષિતા ઘીવાલા નામની મહિલાએ આત્મહત્યા કરતા તેની લાશ મળી આવી હતી. જે મામલે મહિલાના પતિએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પાટણમાં બે બાળકની માતા સાથે એક શખ્સે પ્રેમ સંબંધ બાંધી 67 તોલા સોનું, સાડા ચાર કિલો ચાંદીના દાગીના એક મહિના માટે વાયદે લઈ પરત ન આપી મહિલાના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી હેરાન પરેશાન કરી મરવા માટે મજબુર કરતા મહિલા( દિક્ષિતા ઘીવાલા )એ કંટાળી ખાન સરોવરમાં આત્મહત્યા કરી લીધી હતી. આ મહિલાના પતિએ આરોપી પાટણના યુવક ઠક્કર મહેશ રમેશભાઈ સામે ફરિયાદ નોધાવી છે.
મળતી માહિતી મુજબ પાટણના રળિયાત નગરમાં રહેતા ઠક્કર મહેશભાઈ રમેશભાઈ ઉંમર વર્ષ 25 નામનો યુવક થોડા સમય પહેલા દિક્ષિતા સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતી. મહિલા જિમમાં જતી હોય ત્યાં યુવક આવતો હોય રૂબરૂ મિત્રતા કેળવી વિશ્વાસમાં લઈ પોતાનો બિઝનેસ અમદાવાદમાં ચાલતો હોઈ તેમાં ઘણા પૈસા રોકાયેલા છે જેથી પૈસાની જરૂર હોવાનું કહી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી મહિલાએ પોતાના 67 તોલા સોનું અને સાડા ચાર કિલો ચાંદી ના ઘરેણા યુવકને આપ્યા હતા.
એક મહિનાના વાયદે ઘરેણા લીધા બાદ પરત આપવાના વાયદે મહિલાને ગેસ્ટ હાઉસમાં બોલાવી એકબીજાની સંમતિથી શરીર સંબંધ બાંધી બિભત્સ ફોટા પાડી બ્લેકમેલ કરી ઘરેણા પરત ના આપી બ્લેકમેલ કરી ફોટા વાયરલ કરી બદનામ કરવાનો ભય બતાવ્યો હતો. જેથી હેરાન પરેશાન કરી મરવા દુષપેરણ કરતા મહિલા યુવકના ત્રાસથી કંટાળી ખાન સરોવરમાં આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પતિના ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ