ચાણસ્માપાટણસિદ્ધપુર

સિદ્ધપુરમાં SOG પોલીસની ઓળખ આપી ત્રણ શખ્સોએ ગેસ્ટ હાઉસ માલિકને ધમકી આપી તોડ કર્યો

Rate this post

સિધ્ધપુર શહેરના તાવડીયા ચાર રસ્તા નજીક આવેલા એક ગેસ્ટ હાઉસમાં ત્રણ વ્યક્તિઓએ એસઓજી શાખાના પોલીસ કર્મીઓની ઓળખ આપી ગેસ્ટ હાઉસના માલિક પાસેથી રૂ. 9,700 નો તોડ કર્યો હતો. જે અંગેની ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.

સિધ્ધપુર પોલીસ મથકમાં કપૂરજી હરચંદજી ઠાકોર નામના વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં મુજબ તેઓ તાવડીયા ચાર રસ્તા નજીક સામંત કોમ્પલેક્ષમાં રાજશ્રી ગેસ્ટ હાઉસ ચલાવે છે. ગતરોજ તેઓના ગેસ્ટ હાઉસ ઉપર ત્રણ અજાણ વ્યક્તિઓ આવ્યા હતા અને તેઓએ પોલીસની એસઓજી શાખામાંથી આવતા હોવાની ઓળખ આપી ગેસ્ટ હાઉસમાં ગેર કાયદેસર ધંધો ચાલતો હોવાની ધમકીઓ આપી હતી અને ગેસ્ટ હાઉસમાં તપાસ કરી હતી, પરંતુ ગેસ્ટ હાઉસમાંથી કંઈ પણ મળી આવ્યું નહોતું છતાં ગેસ્ટ હાઉસના માલિકને ધમકાવીને 20,000 રૂપિયાની માંગણી કરી હતી.

ગેસ્ટ હાઉસ માલિક ડરી જતા તેણે પોતાની પાસે રહેલા 9,700 આપી દીધા હતા. જે લઈને ત્રણેય વ્યક્તિઓ નાસી ગયા હતા. બાદમાં ગેસ્ટ હાઉસ માલિકને વહેમ જતા તેમણે તપાસ કરાવતા આવેલા વ્યક્તિઓ પોલીસ કર્મીઓ ન હોવાની ખબર પડી હતી. જેથી આખરે તેઓએ 3 અજાણ વ્યક્તિઓ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *