સિદ્ધપુરમાં એક મહિલા પર તેના સંબંધીએ જ દુષ્કર્મ આચર્યું
સિદ્ધપુરમાં પરણિત મહિલાને વારંવાર પજવણી કરી મરજી વિરૂદ્ધ સંબંધીએ જ દુષ્કર્મ આચરતા મહિલા દ્વારા સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
સિદ્ધપુરમાં 34 વર્ષની પરણિત મહિલાને તેના ભાઈના સાળાએ છ માસ અગાઉ તેના સાથે પ્રેમસંબંધ બાંધવા કહેતા મહિલા દ્વારા ઇનકાર કરતા વારંવાર તેનો પીછો કરી પજવણી કરતો હતો. થોડા માસ અગાઉ મહિલા માતાને ઘરે એકલી હતી તે દરમ્યાન તેની સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.
ચાર માસ અગાઉ મહિલા કામ અર્થે મહિલાના ઘરે ગઈ હતી.ત્યાં આવી એકલતાનો લાભ લઈ બળજબરી પૂર્વક મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. કોઈને જાણ ના કરવા ધાકધમકી આપી હતી. આરોપી ભાઈનો સાળો હોઈ ઘરની ઈજ્જત આબરૂ માટે કોઈને જાણ ના કરતા આરોપી અવાર નવાર બળજબરી કરી દુષ્કર્મ આચરતા બે દિવસ અગાઉ મહિલા દ્વારા પતિને સમગ્ર ઘટના અંગે જાણ કરતા મહિલાને પતિ દ્વારા હિંમત આપતા મહિલા દ્વારા સિદ્ધપુર પોલીસ મથકમાં આરોપી સામે ફરીયાદ નોધાઇ હતી.
- પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ
- પાટણનાં ડેર પાસે કારે ટક્કર મારતાં બાઇક પર સવાર માતા-પુત્રનાં મોત,પતિ ઘાયલ
- ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઇભક્તો
- કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ ના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો
- પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા દોડધામ