પાટણ: સાંતલપુર માં સામાજિક મામલે થઈ મારામારી
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનાં બાબરા ગામે સામાજિક મામલે મારામારી થઇ હતી. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સાંતલપુરનાં બાબરામાં રહેતા એક પરિવારની દીકરીનાં સાટામાં પરણાવેલી હોવાથી અને દીકરી રીસાઇને આવેલી હોવાથી તેનાં સાસરી પક્ષનાં લોકો તેડવા માટે આવતાં દીકરીની માતાએ તેને સાસરીમાં નહિં મોકલતાં તેના સાસરીયાં જતા રહ્યા હતા.
આ પણ વાંચો : – પાટણની સિદ્ધપુર ચોકડી પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રકનું ટાયર યુવકના પગ ઉપર ફરી વળ્યું
બાદમાં તા. 18 મીની સાંજે વેવાઇ-વેવાણે ઘેર આવીને ગાળો બોલીને ‘તુ તારી છોકરીને કેમ સાસરીમાં મોકલતી નથી.’ તેમ કહેતાં દીકરીની માતાએ કહેલ કે, હું મારી દિકરીને તેની સાસરીમાં આગેવાનોને ભેગા કરી વાતચીત કરીને મોકલીશું, હાલ નહીં મોકલું. તેમ કહેતાં વેવાઇ-વેવાણે હુમલો કર્યો હતો. આરોપીઓએ જતાં જતાં ધમકી આપી હતી કે, તારી દીકરીને સાસરીમાં નહીં મુકે તો જાનથી મારી નાંખીશું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.