પાટણપાટણ શહેર

પાટણ શહેરમાં કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા અકસ્માત, કારમાં નુકસાનીનો ખર્ચો આપવાનું કહેતા બે પક્ષો વચ્ચે મારામારી

Rate this post

પાટણ શહેરનાં રેલ્વેનાં પહેલા નાળા સામે ગાંધીજીની પ્રતિમા પાસે રાત્રે એક કાર અને એક બાઈક અથડાતાં અકસ્માત થયો હતો. જેમાં કારના દરવાજાને નુકસાન થતાં બાઇક ચાલકને કારનો દરવાજો સરખો કરાવવા માટે કહેતાં બાઈક ચાલકે તેને થોડીવારમાં આવું છું તેમ કહીને ગયા બાદ થોડીવાર પછી ત્રણ શખ્સો સાથે આવેલા બાઈક ચાલકે કાર ચાલકને ગાળો બોલી “તુ શાનો ખર્ચો માંગે છે ?’ તેમ કહીને માર મારતાં કાર ચાલકને ઈજા પહોંચી હતી. તેમને છોડાવવા વચ્ચે પડેલાં ભાઇને પણ ઈજા થઇ હતી. તેમને પાટણની ધારપુર સિવીલમાં ખસેડાયા હતા.

આ અંગેની મળતી માહિતી મુજબ અંકિતભાઈ ઠાકોર રે. શ્રમજીવી છાપરા, ભવાની મસાલાની બાજુમાં પાટણવાળા તેમનાં ભાઈ અને ભાભી સાથે કાર લઈને કોહિનુર સિનેમા બાજુથી નાસ્તો કરીને ઘેર જતાં હતા ત્યારે ગાંધીજીની પ્રતિમા પાસે નાળા તરફથી આવેલા એક બાઈક ચાલકે કારનાં દરવાજા સાથે અથડાતાં કાર બાબતે ખર્ચો કરવાનું કહેતાં બાઈક ચાલકે તેનાં ત્રણ મિત્રો સાથે આવી કાર ચાલકને માર મારતાં ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધયો હતો.

આ બનાવ અંગે સામે પક્ષે વાસુદેવ સહદેવભાઇ ભરવાડ રે માતરવાડીવાળાએ ફરિયાદ નોંધાવી ત્રણ સહિત બે અજાણ્યા વ્યક્તિઓ સામે એવો આક્ષેપ કર્યો હતો કે, રેલ્વે ગરનાળાની બહાર શ્યામ કોમ્પલેક્ષની સામે વાસુદેવનાં બાઇકને આઇટેન ગાડીએ ટક્કર મારતાં બે જણાએ કારમાંથી ઉતરીને વાસુદેવને ગાળો બોલીને મોઢાનાં ભાગે માર મારી તથા અન્ય એક વ્યક્તિએ અને અજાણ્યા શખ્સોએ અન્ય એક વ્યક્તિને છરી તથા લોખંડની પાઇપ મારીને માથામાં અને પગે ઈજાઓ કરી હતી. આ બનાવમાં ઇજા પામેલા ચાર જણાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાય હતા. આ બનાવ અંગે પોલીસે આઇપીસી 324, 323,143,147,158,149 મુજબ ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *