સંકલ્પ સંસ્થા અને ઉન્નતિ ફાઉન્ડેશન પાટણ દ્વારા અશોકભાઈ પરમાર નું સન્માન કરાયુ
પાટણ જિલ્લા ભાજપ ના કારોબારી સભ્ય અને ધી રોહિત સમાજ સહકારી ધિરાણ મંડળીના ચેરમેન, સમાજના ભામાશા એવા દાનવીર શ્રી અશોકભાઈ એમ. પરમાર ની પાટણ જિલ્લા કક્ષાની સુરક્ષા સેતુ સોસાયટી ની ગર્વનિંગ કાઉન્સિલ માં બિન સરકારી સભ્ય તરીકે નિમણુંક થવા બદલ સંકલ્પ સંસ્થા, પાટણ અને ઉન્નતિ ફાઉન્ડેશન પાટણ દ્વારા સામાજિક આગેવાન શ્રી અશોકભાઈ પરમાર નું શાલ ઓઢાડીને સન્માનિત કરાયા.
આ પ્રસંગે સંકલ્પ સંસ્થા, પાટણના પ્રમુખ અને પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા, ઉન્નતિ ફાઉન્ડેશન પાટણના પ્રમુખ પરેશભાઈ મકવાણા, સંકલ્પ સંસ્થાના મહામંત્રી સુનિલભાઈ ભીલ, ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકી, દિનેશભાઈ પરમાર, એન.ડી.મકવાણા વિગેરે ઉપસ્થિત રહી તેઓને અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.