પાટણ: રાધનપુર તાલુકાના દેવ ગામમાં હિમજા માતાજીના મંદિર ખાતે મેળાની તૈયારીઓ પૂરજોશમાં
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક હિમજા માતાજી (Himja Mataji temple)ના મંદિર ખાતે વર્ષોથી પરંપરા ને અનુલક્ષીને ત્રણ દિવસનો મેળો ભરાતો હોય છે પરંતુ કોરોનાના કારણે બે વર્ષ મેળો બંધ રહ્યો હતો ત્યારે આ વર્ષે ગામ લોકો અને મંદિરના ટ્રસ્ટે મેળો ભરવાનો નિર્ણય કર્યો છે.
જેના માટે મેળાની અંદર તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગામના આગેવાન ઠાકરશીભાઈ ઠાકોરના જણાવ્યા અનુસાર દેવગામ ખાતે ભરાતા મેળા માટે ગામ લોકો, ગ્રામપંચાયત અને મંદિર દ્વારા પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે આ ભાતીગળ મેળો ત્રણ દિવસ ચાલે છે. હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે તારીખ – 05/02/2023 થી ત્રણ દિવસ ચાલતો મેળો હજારોની સંખ્યામાં માતાજીના દર્શન કરવા અને મેળો માણવા માટે લોકો ઉમટી પડે છે.
આ વખતે મેળાના આયોજકો દ્વારા મેળો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે અને પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવ ગામ ખાતે મેળાની પૂરજોશમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે.