ગુજરાતપાટણપાટણ શહેર

પાટણમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતાં પકડાયા તો પોલીસ ફરિયાદ નોંધાશે અને …

Rate this post

ચાઈનીઝ દોરીનો ઉપયોગ ઉત્તરાયણના દિવસે ન થાય તે માટે પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. જેમાં પોલીસ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા લોકોને પકડવા માટે મકાનના ધાબા ઉપર જઈને ચેકીંગ હાથ ધરશે. જો કોઈ વ્યક્તિ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતો પકડાશે તો તેની સામે ફરિયાદ દાખલ કરાશે. ચાઈનીઝ દોરીથી લોકોના ગળા કપાઈ રહ્યા છે અને પક્ષીઓ પણ વિંઝાઈ રહ્યા છે.

ચાઇનીઝ દોરી, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. ત્યારે આ વખતે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય તે માટે પોલીસે ગંભીર બની કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસે લાખો રૂપિયાની ચાઈનીઝ ફીરકીના મુદ્દામાલ સાથે 53 શખ્સોને પકડી પાડી પોલીસ સ્ટેશનોમાં 49 કેસ દાખલ કર્યા છે.

ત્યારે આ સંદર્ભે લોકજાગૃતિ કેળવવા માટે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી જનજાગૃતિ સંદેશાઓ પણ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે . તો આ અંગે પાટણ જિલ્લા એસપી વિજયકુમાર પટેલે જણાવ્યું હતું કે એલસીબી, એસઓજી સહિતની બ્રાન્ચો અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી છે. આ ટીમો 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે પોલીસ બંદોબસ્તની સાથે કેટલાક મકાનના ધાબા ઉપર જઈને તપાસ કરશે. જેમાં કોઈ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા જોવા મળશે તો તેની સામે ipc કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *