ગુજરાતપાટણ

પાટણના ધાયણોજ ગામમાં ખેતરમાં કામ કરતી વખતે એક મહિલા અચાનક ઢળી પડતા મોત નિપજ્યું

Rate this post

પાટણ જિલ્લા ના ધાયણોજ ગામે એક મહિલા ખેતરમાં કામ કરતી હતી. જ્યાં અચાનક ઢળી પડતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પાટણ નજીક ધાયણોજ ગામે એક મહિલા ખેતરમાં ખેતીનું કામ કરી રહી હતી ત્યારે કોઈ અગમ્ય કા૨ણોસ૨ ખેતરમાં ઢળી પડી હતી. આ અંગે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન માં દાખલ થયેલા અકસ્માતે મોતની ફરિયાદ અનુસાર સેજલબેન સેનાજી ઠાકોર ધાયણોજ તેમના ગામમાં આવેલ ખેતરમાં કામ કરવા માટે સવારે ગયેલ હતા અને ખેતરમાં રજકો વાઢવાનું કામ કરતા હતા ત્યારે અચાનક જ મહિલા ખેતરમાં ઢળી પડી હતી અને તેનું મોત થયું હતું.

આ અંગેની જાણ અનાવાડા બીટને કરતા ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં દિનેશજી જામાજી ઠાકોરે પોલીસને જાણ કરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *