પાટણ શહેરમાં દૂધની થેલી લેવા આવેલા યુવકને એક ઈસમે છરી મારી
પાટણ શહેરમાં શનિવારે રાત્રે એક શખ્સે યુવાન ઉપર છરી વડે હૂમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી.
પાટણ શહેરમાં ગીતાંજલી છાપરામાં રહેતા સિધ્ધરાજજી જીતાજી ઠાકોર (ઉ. વ. 22) તેઓ શનિવારે રાત્રે ઘર નજીક ગલ્લા ઉપર દૂધ લેવા ગયા હતા તે વખતે શનિવારે રાત્રે ઠાકોર દશરથજી સાથે માથાકુટ કરતો હતો અને હાથમાં છરી લઈને બીવડાવતો હોઈ ત્યારે ઉશ્કેરાઈ જઈને સિધ્ધરાજજી ડાભા પડખામાં પાંસળીના ભાગે છરી મારી ઇજાઓ પહોંચાડી હતી.
આ અંગે ઇજાગ્રસ્તે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ઠાકોર દશરથજી અમરતજી રહે. મોટા રામણદા તા.પાટણ સામે ફરીયાદ નોંધાવી હતી.