પાટણની સુદામા ચોકડી પાસેથી રૂ. 1.21 લાખના દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો
પાટણ શહેરનાં સુદામા ચોકડી પર ચોકડીથી હારીજ જવાના રોડ ઉપર પાટણ એલસીબી પોલીસે નાકાબંધી કરીને એક ક્રેટા ગાડી નં. જી.જે.01- ડબ્લ્યુ.સી. 9672 ને ઉભી રાખીને તેની તલાશી લેતાં અંદરથી રૂ. 1,21,650 નો ઇંગ્લીશ દારૂનો 687 બોટલ અને બીયર મળી આવ્યા હતા.
પાટણ એલસીબીને મળેલી ખાનગી બાતમીના આધારે શહેરના સુદામા ત્રણ રસ્તાથી હારીજ તરફ જવાના રસ્તે એક ગાડીમાં ઇંગ્લિશ દારૂ આવી રહ્યો હતો. ગાડીને રોકી તપાસ કરતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અને બિયર, ટીન નંગ 687 કિંમત રૂપિયા 1,21,650/- નો તેમજ ગાડીની કિંમત રૂ. 7 લાખ મળી કુલ રૂ.8,32,150/- ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પૂછપરછમાં ઓડ મુકેશ હીરાલાલ (રહે. રામપૂરા ચોરાહા, કર્મચારી કોલોની, રમાડા રિસોર્ટ ઉદયપુર રાજસ્થાનવાળો) હાથ લાગ્યો હતો. તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.