ગુજરાતપાટણપાટણ શહેર

પાટણ જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના દરેક મકાન માલિકો પર કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા, જાણો શુ નિયંત્રણો મુકાયા

Rate this post

પાટણ જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મકાન માલિકો પર કેટલાક નિયંત્રણો મુકતુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ…

પાટણ જિલ્લામાં અમુક બનાવોથી જણાય છે કે કેટલાક અસામાજીક તત્વો દ્વારા શહેરોમાં તેમજ ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર શાંતિ અને સલામતીનો ભંગ કરવામાં આવે છે તેમજ આતંકવાદી પ્રવૃતિઓ કરવામાં આવે છે જેથી માનવ જીંદગીની ખુવારી થાય અને જાહેર સંપતિને નુકસાન પહોંચે. બહારના રાજ્યોમાં અગર દેશ બહારથી આવતા આવા તત્વો કોઈના ભાડે મકાન રાખીને રહેતા હોય છે અને વિસ્તાર વગેરેનું સર્વે કરી સ્થાનિક પરીસ્થિતીથી માહિતગાર થઈને તેઓની ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. તેથી પાટણ જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તા. 01/12/2022 થી તા. 31/01/2023 (બંને દિવસો સુધ્ધાંત) સુધી મકાન માલિકો પર અમુક નિયંત્રણો મુકતું જાહેરનામુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડ દ્વારા બહાર પાડવામાં આવ્યુ છે.

આ જાહેરનામા અનુસાર જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જ્યારે ભાડે આપે ત્યારે તેમજ ઔધોગિક વિસ્તારમાં મકાનો ભાડે આપતા પહેલા ફોટોગ્રાફ સાથેની માહિતી સંબધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. પોલીસ અધિક્ષકની દરખાસ્ત અનવ્યે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. તેથી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 (1974 ના નં-2)ની કલમ-144 હેઠળ મળેલી સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડ દ્વારા જિલ્લાના તમામા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મકાન ભાડે આપવા મામલે અમુક નિયંત્રણો મુકવામાં આવ્યા છે.

જાહેરનામા અનુસાર મકાન માલિકે મકાન ભાડે આપતા પહેલા તે અંગેની જાણ કરવા માટે નીચે મુજબની માહિતી ફોટોગ્રાફ સાથે સંબધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.

• મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત
• ક્યા વિસ્તારમાં છે
• મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ
• મકાન ક્યારે ભાડે આપેલ છે
• કઈ વ્યક્તિઓને ભાડે આપેલ છે તેમના પાકા નામ, સરનામા, તથા ફોટાની માહિતી
• મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ, સરનામું તથા કોન્ટેક્ટ નંબર.

આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો પર આઈ.પી.સી. ની કલમ-188 મુજબ ફરિયાદ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *