પાટણ: જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠક યોજાઇ
રાધનપુર જલારામ પાર્ટી પ્લોટ ખાતે જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠક યોજાઇ.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠકો યોજાઈ હતી જેમાં સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પુવૅ મંત્રી દિલીપકુમાર ઠાકોર, પુવૅ ધારાસભ્ય નાગરજી ઠાકોર, રાજુલબેન દેસાઈ, ગોવિંદભાઈ પટેલ સંગઠન પ્રભારી, રમેશભાઈ સિંધવ, નોકાબેન પ્રજાપતિ, રાધનપુર તાલુકા ભાજપના પ્રમુખ લગધીરભાઈ ચૌધરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.