ગુજરાતપાટણ

પાટણ: સમી માં નજીવી બાબતે પડોશીઓ વચ્ચે બબાલ, એકબીજાને ગડદા પાટુ નો માર માર્યો

Rate this post

પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામના ઉત્તમભાઈ દેવણભાઈ ઠાકોરની ફરિયાદમાં જણાવ્યા મુજબ પાડોશી ઠાકોર મનુભાઈ હીરાભાઈ તથા ઠાકોર બલાભાઈ હીરાભાઈ તથા ઠાકોર હીરાભાઈ શંકરભાઈને ઘરના રસ્તા ઉપર દબાણ બાબતે કહેવા જતાં તેઓએ ગાળો બોલવા લાગેલ અને ગડદા પાટુ નો માર માર્યો હતો. મનુભાઈએ નજીકમાં પડેલ લાકડી લઈ ડાબા હાથના ભાગે મારતાં જેથી ઉત્તમભાઈ નીચે પડી ગયેલ નજીક માંથી ઉત્તમભાઈની માતા આવી જતાં છોડાવ્યા હતા. ઉત્તમભાઈને સારવાર અર્થે ધારપુર સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે હાથના ભાગે ફેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : –

પાટણના વેપારીનું ઉઘરાણીથી પરત આવતાં સમયે અઘાર પાસે હાર્ટ એટેકથી નિપજ્યું મોત

પાટણમાં વિધવા માતાને મારઝૂડ કરતી દીકરીને પોલીસ સપોર્ટ સેન્ટરે સમજાવીને મામલો થાળે પાડ્યો

તો સામે પક્ષે મનુભાઈ હીરાભાઈ ઠાકોરની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના ઘરની વાડ બળેલી હોઈ અને જાણવા મળેલ કે તેમના ગામના ઠાકોર ઉત્તમભાઈ દેવણભાઈ વાડની વાડ સળગાવેલ છે. જેથી તેઓ તેમની માતા સાથે વાડની બાબતે વાત કરતાં હોઈ ઉત્તમભાઈ લાકડી લઈને આવી ગાળો બોલતા રોક્યા હતા. મેં કોઈ તમારી વાડ સળગાવેલ નથી. તેમ કહીને લાકડી વડે મનસુખભાઈ પર હુમલો કરતાં તેઓ નીચે પડી ગયા હતા. આ અંગે સમી પોલીસ મથકે ઉત્તમભાઈ ઠાકોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *