ખેડૂત માટેગુજરાત

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાને લઇ સૌથી મોટા સામાચાર

Rate this post

ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) અંતર્ગત ‘આધાર ઈ-કેવાયસી’ અને ‘આધાર સીડેડ’ પ્રક્રિયા પૂર્ણ કરવી

પૂર્ણ કરવાનું રહેશે. તેથી જે ખેડૂતોએ ઈ-કેવાયસી અને આધાર સીડીંગ કરાવેલ નહી હોય તેવા ખેડૂત લાભાર્થીઓને હવે પછીના સહાયના હપ્તા સરકાર તરફથી બેંક ખાતામાં જમા કરવામાં આવશે નહી. જેથી જે ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય તેઓએ તાત્કાલિક ધોરણે ઈ-કેવાયસી કરાવી લેવા માટે પાટણ જિલ્લા ખેતીવાડી ખાતા દ્વારા અપીલ કરવામાં આવી છે.

ખેડૂત લાભાર્થીઓ નજીકના બાયોમેટ્રીક અને ઓથેન્ટિફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર(સીએસસી) અને (ઈ-ગ્રામ) કેન્દ્રમાં જઈ ઈ-કેવાયસી કરાવી શકશે. જેનો નિયત ચાર્જ લાભાર્થીએ ચુકવવાનો રહેશે. આ અંગે વધુમાં ખેતીવાડી વિભાગ, જિલ્લા પંચાયત-પાટણ, ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક તથા કોમન સર્વિસ સેન્ટર સાથે સંકલન કરી પાટણ જિલ્લાના તમામ ગામોમાં તા.09 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી કેમ્પનું આયોજન કરવામાં આવેલું હોવાથી લાભાર્થીઓએ ગ્રામસેવકનો સંપર્ક કરી કેમ્પમાં હાજર રહી પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

દરેક ખેડૂત મિત્રો સુધી આ પોસ્ટ શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *