ગુજરાતપાટણપાટણ શહેર

પાટણ 108 એમ્બ્યુલન્સની ઉમદા કામગીરી, એમ્બ્યુલન્સમાં જ કરાવી સફળ પ્રસુતિ

Rate this post

પાટણ તાલુકાના કુણઘેર ગામે આવેલ ચામુંડાપરા વિસ્તારમાં ઠાકોર આરતીબેન વાલસંગજી ઉંમર વર્ષ 30 જેમને ચોથી ડિલેવરી નો દુખાવો ઉપડતા 108 માં કોલ કર્યો હતો. પાટણ જિલ્લાની સિવિલ હોસ્પિટલ પાટણ લોકેશનની 108 ને કોલ મળતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા. સ્થળ ઉપર થી નીકળતા જ મહિલાને અસહય દુખાવો ઉપાડતા ની સાથે બાળકનું માથું બહાર આવતા જ ફરજ ઉપરના ઇ. એમ. ટી વિજય રાઠોડ આને પાયલોટ નિસાર સૈયદે 108 એમ્બ્યુલન્સને રસ્તાની બાજુમાં ઉભી રાખીને 108 માં જ સફળ પ્રસુતિ કરાવી હતી.

તેમાં બાળક ની ગળા ની આજુબાજુ cord ફસાઈ ગયેલ હતી. જેને ભારે જહેમત થી કાઢીને સફળ પ્રસુતિ કરાવી હતી. પ્રસુતિ દરમિયાન મહિલાનું મોટા પ્રમાણમાં લોહી વહી જતા એ. એમ. ટી વિજય રાઠોડે હેડ ઓફિસે રહેલા ERCP ડો ક્રિષ્ના અને ડો જીતેન્દ્રભાઈનો સંપર્ક કરતા તેમને 10ml oxytocin IM અને RL 500ml આપવાનું કહેતા સહેજ પણ વાર કર્યા વગર EMT દ્વારા તાત્કાલિક મહિલાને ટ્રીટમેન્ટ આપી હતી. મહિલાના સગા અને આશાબેન- મીનાબેન એ પણ ડિલિવરી કરાવવામાં ઘણી મદદ કરી હતી. નોર્મલ પ્રસુતિ થતા મહિલા અને તેના સ્નેહીઓએ 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *