ખેડૂત માટેગુજરાતપાટણપાટણ શહેર

નાણામંત્રી ડૉ. ભાગવત કરાડની અધ્યક્ષતામાં યોજાયું ખેડૂત સંમેલન

Rate this post

કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના નાણામંત્રી શ્રી ડૉ. ભાગવત કરાડ બે દિવસથી પાટણનાં પ્રવાસે છે. આજરોજ સવારે કાલિકા માતાનાં મંદિર, રાણકી વાવ, પટોળા હાઉસ તેમજ વીર મેઘમાયા સ્મારકની મુલાકાત બાદ મંત્રીશ્રીનાં અધ્યક્ષ સ્થાને APMC હોલ ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં માન. મંત્રીશ્રીની સાથે કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ખેડૂત સંમેલનનાં અધ્યક્ષ એવા માન. મંત્રીશ્રી ઉપસ્થિત ડૉ. ભાગવત કરાડે ખેડુતોને સંબોધિત કરતાં જણાવ્યું હતુ કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીનાં નેતૃત્વમાં આજે ખેડુતો માટેની વિવિધ યોજનાઓ થકી આજનો ખેડૂત લાભ મેળવી રહ્યો છે. આજે માત્ર એક જ ક્લિકમાં પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોનાં ખાતામાં પૈસા જમા થઈ જાય છે. વડાપ્રધાનશ્રીનાં સંકલ્પ અનુસાર આજે દેશના દરેક વ્યક્તિનું બેંકમાં ખાતું છે. આજે દરેક ખેડૂતને નીમ કોટેડ યુરિયા ખાતર મળતું થયું છે. વડાપ્રધાનશ્રીનાં નેતૃત્વનાં કારણે જ આજે ભારતની ઇકોનોમી 5 માં નંબર પર પહોંચી છે. આજે એનિમલ હસબન્ડરી, પાક વીમા યોજના, કિસાન સિંચાઈ યોજના, કુસુમ યોજના, વગેરે જેવી યોજનાઓ થકી દેશનાં ખેડૂતને અનેક લાભો મળતાં થયા છે.

ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે ખેડુતોને સંબોધન કરતા કહ્યુ કે, આજે મારા ખેડૂત ભાઈઓને 0% વ્યાજે બેંક લોન મળતી થઈ છે. વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતનાં CM હતા ત્યારે ત્યારથી જ તેઓએ સંકલ્પ લીધો હતો કે, ગુજરાતને પૂરતા પ્રમાણમાં પાણી અને વીજળી મળી રહે અને એ સંકલ્પ આજે ખરા અર્થમાં સાર્થક થયો છે. આજે ભારત દેશ મહાસત્તા બન્યો છે જેનું મને અને આપણે સૌને ગૌરવ છે.

આજના ખેડૂત સંમેલનમાં માન. મંત્રીશ્રી ડૉ. ભાગવત કરાડ, કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, તેમજ વિવિધ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *