ગુજરાતપાટણપાટણ શહેર

પાટણ શહેરમાં નવા બ્રિજની કામગીરી માટે આદર્શ હાઇસ્કૂલ રોડ 3 મહિના માટે બંધ કરાયો

Rate this post

પાટણ શહેરમાં મુખ્ય પ્રવેશ માર્ગ રેલવે ફાટક ઉપર બની રહેલ નવીન બ્રિજની કામગીરી કોલેજ રોડ તરફના ભાગમાં શરૂ કરવામાં આવતા આદર્શ હાઇસ્કૂલ રોડ મંગળવારે બંધ કરવામાં આવતા પાટણ શહેરમાં રેલવે ફાટક ઉપર ટી આકાર ના ઓવરફ્લાય બ્રિજની કામગીરમાં યુનિવર્સિટી રોડ અને પાલિકા બજાર રોડ તરફના બંને ભાગમાં જમીન અંદરના કન્સ્ટ્રકશન ની કામગીરી પૂર્ણ થતાં કોલેજ રોડ તરફના ભાગમાં કામગીરી સોમવારથી શરૂ કરી છે.

જેમાં મંગળવારે આ ભાગનો વન વે છેડો આદર્શ હાઇસ્કૂલના રોડ તરફ ઉતરતો હોઈ કામગીરી કરવા માટે આદર્શ હાઇસ્કૂલના રોડ પર જી.સી.બી અને પતરાં મારી બંધ કર્યો છે. આ રોડ ઉપર એક તરફ કોમ્પ્લેક્સ આવેલ હોઈ બીજી તરફ ફ્લેટ હોઈ જગ્યાના અભાવે સાઈડ રોડ બની શકે તેમ ના હોય સંપૂર્ણ રોડ બંધ કરાતાં વાહનચાલકોને અડધો કિલોમીટર ફરીને જવાની નોબત આવી છે. બ્રિજની કામગીરી હાઈસ્કૂલના રોડ તરફના ભાગમાં ત્રણ મહિના સુધી ચાલનાર હોઈ ત્રણ મહિના સુધી રોડ બંધ રખાશેે તેવું GUDC ના સૂત્રોએ જણાવ્યું હતું.

આ વિસ્તારમાં 30 થી વધુ સોસાયટી, રાણકી વાવ અને છીંડીયા દરવાજા , હાઇસ્કૂલ , કોલેજો તેમજ હૉસ્પિટલમાં અવર જવર માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો પસાર થતા તેમને અડધો કિમી ફરીને અવર જવર કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *