Gold-Silver Price: સોનામાં ફરીથી આવી તેજી
Gold-Silver Price : આજે વૈશ્વિક દબાણ વચ્ચે ફરીથી માર્કેટ થોડા ઉછાળા સાથે ખુલ્યુ છે. તો બીજી બાજું સોના અને ચાંદીમાં પણ થોડી તેજી જોવા મળી રહી છે. આજે પણ શરુઆતના કારોબારમાં સોનામાં સામાન્ય તેજી છે. સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.04 ટકાના વધારા સાથે 55,759 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.33 ટકા વધીને 68,590 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગઈ કાલની સરખામણીએ સોનું થોડું નીચે ગબડ્યા બાદ ફરીથી ઉપર ચઢી રહ્યુ છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો દેખાઈ રહ્યો છે. જોકે આજના ઉછાળા સાથે પણ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ પ્રમાણમાં સસ્તું મળી રહ્યું છે.
સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)
આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.04 ટકાના વધારા સાથે 55,759 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.33 ટકા વધીને 68,590 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)
| શહેર | 22 કેરેટ | 24 કેરેટ |
| Chennai | ₹52,300 | ₹57,050 |
| Mumbai | ₹51,300 | ₹55,960 |
| Delhi | ₹51,450 | ₹56,110 |
| Kolkata | ₹51,300 | ₹55,960 |
| Bangalore | ₹51,350 | ₹56,010 |
| Hyderabad | ₹51,300 | ₹55,960 |
| Kerala | ₹51,300 | ₹55,960 |
| Pune | ₹51,300 | ₹55,960 |
| Vadodara | ₹51,350 | ₹56,010 |
| Ahmedabad | ₹51,350 | ₹56,010 |
| Jaipur | ₹51,450 | ₹56,110 |
| Lucknow | ₹51,450 | ₹56,110 |
| Coimbatore | ₹52,300 | ₹57,050 |
| Madurai | ₹52,300 | ₹57,050 |
| Vijayawada | ₹51,300 | ₹55,960 |
| Patna | ₹51,350 | ₹56,010 |
| Nagpur | ₹51,300 | ₹55,960 |
| Chandigarh | ₹51,450 | ₹56,110 |
| Surat | ₹51,350 | ₹56,010 |
| Bhubaneswar | ₹51,300 | ₹55,960 |
| Mangalore | ₹51,350 | ₹56,010 |
| Visakhapatnam | ₹51,300 | ₹55,960 |
| Nashik | ₹51,330 | ₹55,990 |
| Mysore | ₹51,350 | ₹56,010 |
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ




