ગુજરાત

Gold Silver Price Today: ચાંદીની કિંમતમાં ફરીથી ઉછાળો, સોનામાં પણ થોડી તેજી

Rate this post

20 ડિસેમ્બરના રોજ બંધ ભાવ થતા સોના-ચાંદીના ભાવ ફરીથી ઉછળ્યા હતા. આજે ભારતીય વાયદા બજારમાં સોના ચાંદીના ભાવે ક્યારેક મંદી તો ક્યારેક તેજીની સ્થિતિ પકડી છે. ચાંદી 68 હજારના આંકડાને વટાવીને હાલ 70,000ના ભાવ તરફ ગતિ કરી રહ્યુ છે. ચાંદી કાલના બંધ ભાવ કરતા આજે ઉતાર-ચઢાવ સાથે ટ્રેડ થઈ રહ્યુ છે. જ્યારે સોનું થોડી તેજી સાથે ટ્રેડ થઈ રહ્યુ છે. આજે શરૂઆતના કારોબારમાં સોનું 54 હજારનો આંકડા પાર કરીને ધીમે-ધીમે તેની ગતિથી વધારા સાથે ટ્રેડ થઈ રહ્યુ છે. જ્યારે ચાંદીમાં કાલના બંધ ભાવની સામે ફરીથી તેજી આવતી જોવા મળી રહી છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.01 ટકાના ઉછાળા સાથે 54,908 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી પણ 0.03 ટકાના વધારા સાથે 69,645 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જોકે આજના થોડા ઉછાળા સાથે પણ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ પ્રમાણમાં સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.01 ટકાના ઉછાળા સાથે 54,905 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી પણ 0.03 ટકાના વધારા સાથે 69,645 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 54,379 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 2286 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

શહેર22 કેરેટ24 કેરેટ
Chennai₹51,150₹55,800
Mumbai₹50,100₹54,650
Delhi₹50,250₹54,820
Kolkata₹50,100₹54,650
Bangalore₹50,150₹54,700
Hyderabad₹50,100₹54,650
Kerala₹50,100₹54,650
Pune₹50,100₹54,650
Vadodara₹50,150₹54,700
Ahmedabad₹50,150₹54,700
Jaipur₹50,250₹54,820
Lucknow₹50,250₹54,820
Coimbatore₹51,150₹55,800
Madurai₹51,150₹55,800
Vijayawada₹50,100₹54,650
Patna₹50,150₹54,700
Nagpur₹50,100₹54,650
Chandigarh₹50,250₹54,820
Surat₹50,150₹54,700
Bhubaneswar₹50,100₹54,650
Mangalore₹50,150₹54,700
Visakhapatnam₹50,100₹54,650
Nashik₹50,130₹54,680
Mysore₹50,150₹54,700

સોનાની શુદ્ધતાના માપદંડ

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *