ગુજરાત

G Pay, Paytm કે PhonePe સહિતની UPI Apps થી તમે એક દિવસમાં કેટલા રૂપિયા કરી શકો છો ખર્ચ? જાણો પેમેન્ટ માટે આટલી છે લિમિટ

Rate this post

UPI Apps daily limit : Online Transaction on UPI Apps: આજકાલ ઈન્ડિયા ડિજિટલ થઈ ગયું છે. ખાસ કરીને પેમેન્ટ કરવા માટે હવે લોકો યૂપીઆઈ એપ્સનો ખૂબ જ ઉપયોગ કરે છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે આ યૂપીએ એપ્સમાં ટ્રાન્ઝેક્શનની લિમિટ કેટલી છે. વિશ્વની સાથે હવે ઈન્ડિયા પર ડિજિટલાઈઝેશનને અપનાવી રહ્યું છે. પેમેન્ટ કરવા માટે હવે રોકડ કરતા ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવા માધ્યમોના ઉપયોગમાં વધારો થયો છે. શોપિંગ કરવું હોય, જમવાનું મંગાવવું હોય કે કેબ બુક કરાવવી હોય, પેમેન્ટ તો ઓનલાઈન જ થાય છે. પરંતુ આ સાથે એ જાણવું જરૂરી છે કે આ ઓનલાઈન પેમેન્ટ એપના માધ્યમથી તમે એક દિવસમાં કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

UPI પેમેન્ટ માટે આટલી છે લિમિટ

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(NPCI)એ એક દિવસમાં યૂપીઆઈ(UPI)થી પેમેન્ટ કરવા માટે એક મર્યાદા નક્કી કરી છે અને આ મર્યાદા છે એક લાખ રૂપિયા.એટલે કે તમે એક દિવસમાં વધુમાં વધુ એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. આ સાથે તમે કેટલી રકમ ટ્રાન્સફર કરી શકો છો એ તમે જે એપ્લિકેશન યૂઝ કરો છો તેના પર પણ આધાર રાખે છે.

ગૂગલ પે(GPay)

ગૂગલ પે(Google Pay)ના માધ્યમથી તમે એક દિવસમાં એક લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકો છો. આ સાથે ગૂગલ પે તમને એક દિવસમાં મહત્તમ 10 ટ્રાન્સઝેક્શન કરવા દેશે. જેનો મતલબ એ છે કે, તમે એક લાખ રૂપિયાનું એક ટ્રાન્ઝેક્શન કરી શકો. અથવા તો મહત્તમ 10 ટ્રાન્ઝેક્શન કરી મહત્તમ એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો.

પેટીએમ(Paytm)

પેટીએમ પણ તમને એક દિવસમાં એક લાખ રૂપિયા સુધીની ચૂકવણીની છૂટ આપે છે. જો કે, પેટીએમમાં ટ્રાન્ઝેક્શનની સંખ્યા પર કોઈ મર્યાદા નથી.

ફોન પે(PhonePe)

ફોન પેમાં તમે એક દિવસમાં મહત્તમ એક લાખ રૂપિયાની ચૂકવણી કરી શકો છો. અહીં પણ ટ્રાન્ઝેક્શનની સંખ્યા પર કોઈ મર્યાદા નથી.

એમેઝોન પે(Amazon Pay)

એમેઝોન પે તમને યૂપીઆઈના માધ્યમથી એક દિવસમાં એક લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરવાની સુવિધા આપે છે. આ એપ પર મહત્તમ તમે 20 ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *