પાટણનાં રેલવે સ્ટેશનનાં નવા બિલ્ડીંગ સહિત રિનોવેશન માટે રૂ. 9.23 કરોડનું ટેન્ડર જારી કરાયું
પાટણ શહેરનાં રેલ્વે સ્ટેશન ઉપર ઇલેક્ટ્રીફિકેશન થયા પછી હજુ સુધી કોઇ જ ખાસ રિનોવેશન કે નવીનીકરણની કામગીરી હાથ ધરાઇ નથી. જો કે અહીંનાં બંને પ્લેટફોર્મ ઉપર ફ્લોરીંગ સહિતની બીજી સુવિધાઓ ઉભી થઇ ગઇ છે.
પાટણ સ્ટેશનને દેશનાં અનેક સ્ટેશનોની સાથે નવા-આધુનિક બનાવવાનાં પ્રોજેક્ટમાં સામેલ કરાયું છે. લાંબા રુટની અને લોકલ ગાડીઓ થઇને રોજની કુલ 24 જેટલી ટ્રેનોની અવરજવર થઇ રહી છે. હવે પાટણનાં રેલ્વે સ્ટેશનનાં રુપરંગ બદલવાની પ્રક્રિયા શરુ થવાની છે. જેનાં ભાગરુપે પશ્ચિમ રેલ્વેનાં અમદાવાદ ડીવીઝનનાં એન્જીનીયરીંગ વિભાગે પાટણ સ્ટેશન ઉપર વિવિધ કામગીરી માટે એન્જીનીયરીંગ વિભાગ દ્વારા ઇ ટેન્ડર જારી કરાયું છે. આ ટેન્ડરમાં વિવિધ કામો માટે રૂ. 9,23,27,471 ની રકમ અંદાજવામાં આવી છે.
વધુ વાંચો : – હારીજમાં હોટલ પર જમવા આવેલા ત્રણ શખ્સોએ હોટેલ માલિક સાથે ઝઘડો કરી, લૂંટ ચલાવ્યા બાદ ફાયરિંગ કરીને ફરાર
પાટણ સ્ટેશનનાં રિનોવેશન માટે જે કામો આ ટેન્ડર અંતર્ગત નક્કી કરાયા છે તેમાં સ્ટેશન બિલ્ડીંગ, આસપાસનો વિસ્તાર પ્લેટફોર્મ સવારી ટોયલેટ સુવિધાઓ, કવરશેડ તેમજ અન્ય પેસેન્જર સુવિધાઓનું સોફ્ટ અપગ્રેડેશન અને અન્ય સહાયક કામો માટે સંયુક્ત ટેન્ડર જારી કરાયું છે.