કિંજલ દવે અને ખજુરભાઈ વચ્ચે બંધાયો હવે નવો સંબંધ
ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં નિરાધાર અશક્ત વૃદ્ધ લોકોની મદદ કરતા વિધવા બસોને આર્થિક સહાયતા કરતા ગરીબ પરીવારોને 200 થી વધારે મકાનો બનાવી આપનાર ગુજરાતી કોમેડી ક્ષેત્રે ખુબ જ નામના ધરાવતા ખજુરભાઈ ઉર્ફે નિતિન જાની ગુજરાતમાં ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે ખજુર ભાઈ જ્યાં પણ જાય છે. માનવ મહેરામણ ઉમટી પડે છે
ખજૂર ભાઈ ના નિવાસ્થાને તાજેતરમાં ગુજરાતમાં પોતાના સુમધુર કંઠે ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર કિંજલબેન દવે તેમના પિતા લલિત દવે અને નાનાભાઈ આકાશ સાથે આવેલી હતી ખજૂર ભાઈ ના ઘેર આવતા ની સાથે ખજૂર ભાઈએ તેમનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ ખજૂરભાઈ તેમના આશીર્વાદ લેવા માટે નીચે ચૂક્યા હતા અને મજાકિયા અંદાજમાં કિંજલ દવે ખજૂર ભાઈને પણ આશીર્વાદ લીધા હતા ખજૂર ભાઈએ આ દરમિયાન એક નવો સંબંધ જાહેર કરતા પરિવારજનો ખડખડાટ હસી રહ્યા હતા ખજૂર ભાઈની તાજેતરમાં મીનાક્ષી દવે સાથે સગાઈ થઈ છે કિંજલ દવે ની
એની સાથે મળતી હોવાના કારણે ખજૂર ભાઈએ સોશિયલ મીડિયા પર શેર કરેલી આ તસવીરોમાં હવે કિંજલ દવે મારી સાળી બની ચુકી છે એવુ ફની ઈમોજી સાથે જણાવ્યું હતું ખજૂર ભાઈ ના ઘેર કિંજલ દવે અને તેમના પરિવારજનો એ ઘણો સમય વિતાવ્યો હતો જે દરમિયાનની સોશિયલ મીડિયા પર તસવીરો ખજૂર ભાઈએ શેર કરી હતી
જેમાં ખજૂર ભાઈ ની માતા સાથે કિંજલ દવેની તસવીરો હતી અને લલિત દવે કિંજલ દવે આકાશ અને ખજૂર ભાઈ સાથે તેમનો ભાઈ તરુણ જાની પણ હાજર હતા ખુબ જ મનોરંજન સાથે ખજુર ભાઈએ આ સુંદર તસવીરો શેર કરતા કેપ્સન માં જણાવ્યું હતું કે મારી બહેન કિંજલ દવે. પોતાના પરીવાર સાથે મારા ઘેર આવી એમ જણાવી ફની અંદાજમા ઈમોજી પેસ્ટ કરીને હવે એ મારી સાળી બની ચુકી છે એમ જણાવતાં કિજંલ દવે તરુણ જાની આકાસ અને લલીત દવેને પોતાની પોસ્ટ માં ટેગ કર્યા હતા સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ જ વાઈરલ થઈ હતી જેમાં ખજુર ભાઈ ની સાથે કિજંલ દવે નો પરીવાર પણ ઉપસ્થિત હતો જે તસવીરો લોકોએ ખુબ પસંદ કરી હતી ખજુર ભાઈ નો ગુજરાતમા ખુબ મોટો ચાહક વર્ગ છે ખજુર ભાઈના સેવાકીય કાર્ય થી પ્રભાવિત થઈ ઘણા લોકો તેમને મસીહા અને ભગવાનનો દરજ્જો પણ આપે છે રડતા ચહેરા ને ખુશી માં બદલાવ નાર ખજુર ભાઈની આ તસવીરો પર લોકોએ લાઈક કમેન્ટ થી ખુબ પ્રેમ વરસાવ્યો હતો.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ