પાટણ

પાટણમાં વહેમીલો પતિ તેની પત્ની પર અન્ય પુરુષની નજર ન પડે તે માટે બારીઓમાં પડદા મારી ઘરમાં જ રાખતો, અંતે કંટાળી મહિલાએ છૂટકારા માટે 181 અભયમ પાસે માગી મદદ

Rate this post

પાટણના એક ગામમાં બે સંતાન હોવા છતાં પતિ દ્વારા પોતાની પત્ની ઉપર વહેમ રાખી શારીરિક માનસિક ત્રાસ આપી અન્ય કોઈ પુરુષની નજર પણ તેના ઉપર ના પડે માટે ઘરના ખુલ્લા ભાગોમાં પડદા લગાવી અંદર જ પૂરી રાખતા મહિલા માનસિક કંટાળી અંતે મદદ માટે 181 અભયમનો સંપર્ક કરતા ટીમ સ્થળ ઉપર પહોંચી પતિનું કડક શબ્દોમાં કાઉન્સેલિંગ કરી લગ્નજીવન બગડે નહિ બંનેને સમજાવટ કરી સુખદ સમાધાન કરાવ્યું હતું.

પાટણના ગામમાં દંપતી અને બે સંતાનના પરિવારમાં પતિ દારૂના વ્યસનના રવાડે ચડી જતા યેનકેન પ્રકારે ખોટી રીતે પત્ની ઉપર વહેમ રાખી મારઝૂડ કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી પતિ પત્ની ઉપર વધુ પડતો વહેમ રાખી ઘરની બહાર જવા દેતો ન હતો.મહોલ્લા પોળમાં રહેતા અન્ય કોઈ પર પુરુષની નજર પણ પત્ની પર ના પડે માટે પતિ દ્વારા ઘરની બારીઓ સહિત ખુલ્લા ભાગોમાં પડદા લગાવીને ઘર બંધ જ રાખવામાં આવતું હતું.

પત્ની પતિના વહેમીલા સ્વભાવથી માનસિક હતાશ થઈ જતાં કંટાળી હોય તમારા જેટલું સારું છે નજર ન પડે તે માટે બારીઓની ચૌ તરફ પડદા મારી ઘરની બહાર પણ ના જવા દઈ અંદર જ કેદી સમાન રાખતો હતો. અંતે મહિલા કંટાળી છૂટકારા માટે 181 અભયમને મદદ માટે સંપર્ક કરતા ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. પતિને કડક શબ્દોમાં કાયદાકીય કાર્યવાહી સહિતની સમજૂતી સાથે વિસ્તૃતમાં કાઉન્સેલિંગ કરી સમજાવવામાં આવ્યો હતો. અંતે પતિ દ્વારા હવે પત્નીને ના કરી આઝાદી આપવા માટે સંમત થતા લગ્નજીવન બગડે નહિ માટે બન્નેને સમજાવી સુખદ સમાધાન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *