પારેવિયા વીર દાદાના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ
Parevia Veer Dada : દિવાળીના વેકેશન બાદ નવા વર્ષની ધંધાની શુભ શરૂઆત પારેવા વીર દાદાના લાભ પાંચમના દર્શન કરી ભક્તો શરૂઆત કરે છે. પરંપરાગત રીતે ભરાતા આ મેળામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શને ઉમટ્યા હતા. મેળામાં ખાણીપીણી અને બાળકો માટે ક્રીડાગણના સાધનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દાદાના દર્શને આવતા ભક્તો માટે સ્વ. જયંતિભાઈ ચુનીલાલ સાંડેસરા પરિવાર દ્વારા 400 કિલો મગદળના પ્રસાદ આપવામાં આવ્યો હતો.
ગોરજભાઈ ભગવાનદાસ રામી દ્વારા દાદાની ફૂલોની આંગી કરવામાં આવી હતી.મંદિરના ટ્રસ્ટી કાનજીભાઈ પટેલે જણાવ્યું હતું.કે દાદાના મંદિરે દર પાંચમે ભક્તો દર્શને આવે છે.પરંતુ સૌથી મોટી પાંચમ એ લાભ પાંચમ છે.વર્ષો થી લાભ પાંચમના દિવસે દાદાના મંદિરે શ્રદ્ધાળુઓ પોતાની બાધા, આખડી પુરી કરવા આવે છે. દાદા તમામની ઇચ્છા પૂરી કરે છે. આમ આજે દાદાના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતું.