ગુજરાતપાટણ

પાટણ: સાંતલપુરના લોદરા ગામે બોગસ દવાખાનું ચાલતુ હોવાનો સરપંચનો આક્ષેપ

2/5 - (1 vote)

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામે આયુર્વેદિક ડિગ્રી ધરાવતા એક તબીબ એલોપેથી પ્રેકટિસ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા આ તબીબને ગામમાં ચાલતું ક્લિનિક બંધ કરવા નોટિસ આપવામાં આવી છે.

સાંતલપુરના લોદરા ગ્રામ પંચાયત દ્વારા ક્લિનિક ચલાવતા દિનેશ ભાઈ જેસગભાઈ માળીને આપેલી નોટિસમાં જણાવાયું છે કે,અમારા ગામના પાટિયે ચામુંડા ક્લિનિક નામની હોસ્પિટલ ખોલી ખુલ્લેઆમ લોકોને બાટલા, ઈન્જેકશન,દવાઓ આપી સારવાર કરી રહ્યા હોવાની અમોને જાણ થયેલ આમ તમો અમારા ગામના લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે. તમોએ અહીં હોસ્પિટલ ખોલી તે સમયે પણ અમોને જાણ કરેલ નથી.આર્યુવેદિક ડોકટર હોઈ એલોપેથીક ની દવાઓ દ્વારા સારવાર કરી શકો નહિ,તેમ છતાં આવી દવાઓ આપી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે તેમજ આવી દવાઓનો અનુભવ તમને નથી અને કોઈ વ્યક્તિ જીવ ગુમાવશે તો તે તમામ જવાબદારી આપની રહેશે?

તો આમ લોકહિતના ધ્યાને લઈ તાત્કાલિક આ હોસ્પિટલ બંધ કરવા લોદર ગ્રામ પંચાયત તમોને નોટિસ આપી જાણ કરીએ છીએ, વધુમાં જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે અને કાયદાકીય પ્રક્રિયા કરવાની પંચાયતને ફરજ પડશે તો તે તમામ ખર્ચ તમારે ભોગવવા નો રહેશે જેની જાણ થાય તેમ નોટિસ માં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *