હારીજની શિવશક્તિ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 1 લાખ રોકડા અને રૂ. 1.51 લાખનાં દાગીનાની થઈ ચોરી
હારીજ નગરના-શિવશક્તિ સોસાયટીમાં મધરાત્રિથી વહેલી પરોઢે સુધીમાં કોઇ તસ્કરે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશીને ઘરમાંથી રૂ.1 લાખની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના રૂ. 1.51 લાખ મળી કુલે રૂ. 2,51,000 ની ચોરી કરી ગયા હતાં.
આ અંગેની વિગતો એવી છે કે હારીજની શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને મૂળ શંખેશ્વર તાલુકાનાં ટુવડ ગામનાં વતની કમળાબેન સંજયભાઇ સુમેત્રા (ઉ.વ. 29) તા. 1-4-23 નાં રોજ તેમની સાસરી શંખેશ્વરનાં ટુવડ ગામે માતાજીની રમેલ અને દેરાણીનાં શ્રીમંત પ્રસંગે ગયા હતા. તા. 11-4-23 નાં રોજ તેમનાં સાસુ-સસરા પણ ટુવડ ગામે આવ્યાં હતાં. ત્યારે તા. 5મીનાં રોજ સવારે હારીજમાં રહેતા કમલાબેનનાં પડોશીએ તેમનું ઘરનાં દરવાજા ખુલ્લા હોવાનું ફોન પર જણાવતાં તેઓ તાબડતોબ પોતાનાં હારીજ ખાતેનાં ઘરે આવ્યાં હતા.
તેઓએ જોયું તો ઘરનો સામાન વેરવિખેર પડ્યો હોવાનું જોતાં ચોરી થયાનું જણાતાં તપાસ કરતાં ઘરમાં મંદિરવાળા રૂમમાં અને બેડરૂમની તિજોરીઓ ખુલ્લી પડી હોવાનું જણાયું હતું. જેની તપાસ કરતાં ઉપરોક્ત ચોરી થયાનું જણાયું હતું. આ અંગે તેમણે પડોશીને પૂછતાં તેમણે કહેલ કે, તેમનાં ઘરનાં દરવાજા સવારે નવ વાગે ખુલ્લા હતાં. આ બનાવ અંગે કમળાબેને ફરીયાદ નોંધાવી હતી.
- પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ
- પાટણનાં ડેર પાસે કારે ટક્કર મારતાં બાઇક પર સવાર માતા-પુત્રનાં મોત,પતિ ઘાયલ
- ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઇભક્તો
- કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ ના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો
- પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા દોડધામ