પાટણ જિલ્લામાં 36 ગામોમાં લોકભાગીદારીથી ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ કરવામાં આવી
“સ્વચ્છતા એ જ સેવા અભિયાન હેઠળ” રાજ્યવ્યાપી આયોજનોના ભાગરૂપે પાટણ જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિ થઈ રહી છે. રાજ્યમાં બે માસ સુધી ચાલનારા સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ તા.23 સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત પ્રવૃત્તિ અનુસાર ગ્રામ્ય વિસ્તારનાં તમામ ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોની સફાઇ હાથ ધરવામાં અંગે વહીવટી ત્તંત્ર દ્વારા આગોતરું આયોજન કરી જીલ્લાના 36 ગામોમાં ધાર્મિક સ્થળોની ઓળખ કરી સફાઈ હાથ ધરવા અંગે આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા અને સ્વચ્છતાના ધોરણોને જાળવવા અને સુધારવા માટેના સમુદાય-સંચાલિત પ્રયાસના ભાગ રૂપે 23 સપ્ટેમ્બરના રોજ ધાર્મિક સ્થળો પર “સ્વચ્છતા અભિયાન” શરૂ કરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ મુલાકાતીઓ માટે વધુ સુખદ અને આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ અનુભવ સુનિશ્ચિત કરીને આ પૂજા અને ધાર્મિક વિધિઓના સ્થાનોમાં સ્વચ્છતાને પ્રોત્સાહિત કરવાનો અને પ્રોત્સાહન આપવાનો હતો.
“સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ તમામ ધાર્મિક સ્થળો અને જાહેર રસ્તાની સફાઇ હાથ ધરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાનમાં સ્થાનિક લોકો તેમજ વહીવટીતંત્ર વચ્ચેનો સહયોગ અને પ્રયાસ દ્વારા ગ્રામીણ વિસ્તારના મોટા ભાગના તમામ ધાર્મિક સ્થળો સ્વચ્છ બનાવવામાં આવ્યા છે, અને ધાર્મિક સ્થળોએ સ્વચ્છતામાં નોંધપાત્ર સુધારો નોધાયો છે, અને આ તમામ ધાર્મિક સ્થળો પરથી કચરો અને સામાન્ય ગંદકી સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી.
ધાર્મિક સ્થળો પરના સ્વચ્છતા અભિયાન અને શ્રમદાન દ્વારા ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરીને કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં અંદાજીત અંદાજીત 5370 અને જાહેર રસ્તાની સાફસફાઈમાં અંદાજીત 3332 લોકોની જન-ભાગીદારી નોંધાઇ હતી.