ગુજરાતપાટણરાધનપુર

પાટણ: રાધનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ અને નગરસેવકો દ્વારા રાધનપુર પાણી પુરવઠા નો દર્શાવ્યો વિરોધ

Rate this post

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે છેલ્લા 15 દિવસથી પાણી પુરવઠા ની પાઇપલાઇનની અંદરથી રાધનપુર નગરનું પાણીનું કનેકશન બંધ કરતા રાધનપુર શહેરને છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી મળતું ન હોવાના કારણે લોકો નગરપાલિકા ખાતે વારંવાર રજૂઆત કરી રહ્યા છે.

તેને લઈને આજરોજ રાધનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ અને નગર સેવકો દ્વારા રાધનપુર પાણી પુરવઠા નો વિરોધ દર્શાવ્યો હતો. પાણી પુરવઠા ની કિન્નાખોરીના કારણે રાધનપુર વિસ્તારના લોકોને પીવાનું પાણી નથી મળતું અને નગરપાલિકાને બદનામ કરવાનું પાણી પુરવઠાનું એક ષડ્યંત્ર હોઈ પાણી પુરવઠા ના અધિકારીઓની બેદરકારીના કારણે રાધનપુર વિસ્તારને પીવાનું પાણી ન મળતા લોકો હાલાકી ભોગવી રહ્યા હોવાનું નગરપાલિકાના ઉપપ્રમુખ કાનજીભાઈ પરમારએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *