પાટણ: સરસ્વતી તાલુકાના કોઈટાના રાહદારી યુવકનું બાઇકની અડફેટે થયું મોત
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોઈટા ગામનો યુવાન મેળો માણી પરત ઘરે આવતાં રસ્તામાં બાઈક ચાલકે ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત થયું હતું.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા ના સરસ્વતી તાલુકાના વાહણા ગામે રામાપીરનો 25 સપ્ટેમ્બરના રોજ ભરાયો હતો જેમાં સરસ્વતી તાલુકાના કોઈટા ગામના વિરમાજી બચુજી ઠાકોર અને ભત્રીજી છાયાબેન ઘરેથી 12 વાગ્યાના સમયે ભાડાના પ્રાઈવેટ વાહનમાં રામાપીરના મેળામાં દર્શન કરવા ગયા હતા.
તેઓ બન્ને જણ મેળો માણી સાંજે ચાર વાગ્યાના સુમારે વાહણાથી એક માર્ગીય રોડ પર ચાલીને કોઈટા ગામે ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે બાઈક ચાલકે વિરમાજી ઠાકોર અને છાયાબેનને અડફેટે લેતાં બન્ને જણાં રોડ પર પટકાતા આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ 108ને જાણ કરતા જંગરાલ 108 ઘટનાસ્થળે દોડી આવી બન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જંગરાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા પણ ગંભીર ઈજાઓને કારણે વધુ સારવાર માટે ધારપુર ખસેડવામાં આવ્યા હતા.