આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ નોંધ : શ્રી પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ગ્રામીણ સંસ્કૃતિને જીવંત રાખવાની પ્રેરણાદાયી પહેલ એટલે હાલો ભેરુ ગામડે
Patidar Samaj – Halo Bheru Gamde : શ્રી પાંચ ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા બાલીસણા મુકામે આયોજિત સમર કેમ્પ 3 ‘હાલો ભેરુ ગામડે’ ની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ છે. ગ્રામીણ સંસ્કૃતીને ઉજાગર કરવી, તેને જીવંત રાખવાની આ ઐતિહાસિક પહેલને વિવિધ સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે.
ભારત ભરમાં વસતા પાંચ ગામ સમાજના ધોરણ 5 થી 12 માં ભણતા વિદ્યાર્થીઓ ગ્રામીણ સંસ્કૃતિ થી પરિચિત થઈ શકે એ માટે છેલ્લા ત્રણ વર્ષ થી હાલો ભેરુ ગામડે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. બાલીસણા મુકામે યોજાયેલ આ કાર્યક્રમમાં ત્રણ દિવસ દરમિયાન 900 બાળકો અને 200 થી વધારે સ્વયમ સેવકો એ ગ્રામીણ સંસ્કૃતિને મન ભરીને માણી ગામને જીવંત બનાવ્યું હતું.
આ કાર્યક્રમની નોંધ લઇને સમર કેમ્પ 3 ને ભારત વિભૂષણ એવોર્ડ, યુ. એસ. એ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ, એશિયા બુક ઓફ રેકોર્ડસ , નેશનલ બુક ઓફ રેકોર્ડસ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસનું સન્માન પ્રાપ્ત થયેલ છે. જે પાંચ ગામ સમાજના પ્રત્યેક બાંધવો માટે ગૌરવની અનુભુતિ કરાવતી પળ છે. હાલમાં જ્યારે આધુનિકતા અને શહેરીકરણ ગ્રામીણ સંસ્કૃતિને ભુલાવી રહ્યું છે, ત્યારે આ પહેલ ગ્રામીણ સંસ્કૃતિ, રીત રિવાજો અને સમાજિક એકતાને પુનઃ જીવિત કરવામાં પ્રેરણાદાયી પગલું બની રહ્યું છે.
નોંધનીય છે કે આગામી ‘હાલો ભેરુ ગામડે’ કેમ્પ 2025 શિયાળામાં વાલમ મુકામે યોજાનાર છે જેમાં આનાથી પણ વધારે બાળકોને આવકારવા વાલમ ગામ આતુર છે. આ કેમ્પમાં બાળકો શિયાળાના ગ્રામીણ અનુભવોને મનભરીને માણશે.
‘હાલો ભેરુ ગામડે’ ના મુખ્ય આકર્ષણ
ખેતર મુલાકાત
- વૃધાશ્રમ મુલાકાત તથા વૃદ્ધ માતા પિતા સાથે ભોજન તથા શેરડી રસ નો આનંદ
- ગ્રામપંચાયત મુલાકાત
- ગ્રામ્ય લોકો સાથે શેરીભોજન ની મજા
- શેરી રમતોની મજા
- ખેતર ની માહિતી મેળવવા ની મજા
- બોરના પાણીમાં નાહવાની મજા
- ખેતરમાં ભોજન
- ગ્રામ જીવનની વાડીઓ માં ભોજનની મજા
- પોલીસ સ્ટેશન મુલાકાત
- આરોગ્ય કેન્દ્ર મુલાકાત
- વૃદ્ધ દાદા દાદી સાથે જૂની દેશી રમતો ની મજા
- ભુલાતી જતી ગ્રામ્ય સંસ્કૃતિઓની મજા
- ભૂલાતા જતી ગ્રામ્ય જીવનની યાદો તથા ગ્રામ્ય જીવનની વાનગીઓ ની મજા
- ગામના મંદિરોમાં મહાઆરતી નો લાહવો
- ભુલાતા જતા ચાકડા, સુથારી કામ, હાથ બનાવટી વસ્તુ વગેરે જાણવા તથા શીખવા ની મજા
- સાંસ્કૃતિક પ્રોગ્રામ
- ગાય ભેંસના તબેલાની મુલાકાત