ગુજરાત

પેપરલીક કેસમાં સૌથી મોટો ખુલાસો: વડોદરાના આ ક્લાસીસમાં પાડવામાં આવ્યો પેપરલીકનો સમગ્ર ‘ખેલ’

Rate this post

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવાના કેસમાં એક મોટા સમાચાર સામે આવી રહી છે. વડોદરામાં કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી હોવાની વાત સામે આવી છે. આ સાથે ચર્ચાઈ રહ્યું છે કે વડોદરામાં સમગ્ર કાંડનું એપીસેન્ટર હતું.

કેમ વડોદરા પેપરલીક કેસમાં બન્યું એપીસેન્ટર?

વડોદરામાં કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી હોવાની વાત સામે આવી છે, જેમાં 12 શખ્સોની કૌભાંડમાં ભૂમિકા સામે આવી છે. સીલ કરેલા કોચિંગ સેન્ટર પર અનેક પરીક્ષાર્થીઓના આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ પણ મળી આવ્યા છે. કોચિંગ ક્લાસના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે. કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા છે.

બરોડા પ્રમુખ કોમ્પ્લેકસમાં આવેલ સ્ટેકવાઇસ ટેકનોલોજી નામક ક્લાસીસમાં પેપર વિદ્યાર્થીઓને વહેંચવામાં આવ્યું હતું. આ કોચિંક ક્લાસને સીલ કરવામાં આવ્યાં છે. આ કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યાં છે. વડોદરાનાં અટલાદરા રોડ પર આ કોચિંગ સેન્ટર આવેલા છે. ટીમ સંચાલક સહિત કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. 25 જેટલા શકમંદોને ગુજરાત ATS અમદાવાદ લઈ આવી હતી. વડોદરા, સુરત અને અન્ય જિલ્લાઓમાંથી ATSની ટીમે 25 શખ્સોએ અટકાયત કરી છે.

બરોડા પ્રમુખ કોમ્પ્લેકસમાં આવેલ સ્ટેકવાઇસ ટેકનોલોજી નામક ક્લાસીસના ડાયરેક્ટર રિધ્ધિ ચૌધરી અને ભાસ્કર ચૌધરી છે. બંનેએ લવ મેરેજ કર્યા છે. છેલ્લા 4 વર્ષથી આ ક્લાસિસ ચલાવે છે. બંને ડાયરેક્ટરો મૂળ બિહારના વતની હોવાની માહિતી સામે આવી છે. કોચિંગ સેન્ટર પર કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્પર્ધાત્મક ઓનલાઇન પરીક્ષા લેવામા આવે છે. પેપર લીક કરવામાં ભાસ્કર ચૌધરીની મુખ્ય ભૂમિકા હોઈ શકે છે. હાલ સત્તાવાર કોઈ માહિતી નથી.

નોંધનીય છે કે, ગુજરાત એટીએસે સમગ્ર કેસની તપાસની સુકાન સાંભળી લીધી છે અને કુલ 05 ટીમો સમગ્ર કેસની તપાસમાં જોડાઇ છે. એટીએસે અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી 04 થી 05 ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, જુનિયર ક્લાર્કના પેપર લીક કાંડને લઈને ગુજરાત એટીએસની તપાસ રાજ્ય બહાર થઇ રહી છે.

હૈદરાબાદ, ઓડિસા, મદ્રાસ સહિતના રાજ્યોમાં ગુજરાત એટીએસની ટીમો રવાના થઈ છે. એટલું જ નહીં, વડોદરા ઉપરાંત સુરતમાં પણ ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં પેપર લીકના નેટવર્કને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *