પાટણ એલસીબી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપી, ઈંગ્લીશ દારૂની 900 બોટલ ઝડપાઈ
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિની સાથે સાથે દારૂની બદીને ડામી દેવા જિલ્લા પોલીસ વડા ની સૂચના અનુસાર જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા ચક્રો ગતિમાન બનાવવામાં આવ્યા છે. ત્યારે પાટણ એલસીબી ટીમ વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલ ઇનોવા ગાડીનો બાતમી ના આધારે ફિલ્મી ઢબે પીછો કરી ચાણસ્મા હાઇવે સર્કલ ઉપર કોર્ડન કરી ઝડપી લઈ ગાડીમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બોટલ/ટીન નંગ-908 કિંમત રૂ.1,00,920/- નો પ્રોહી મુદામાલ ઝડપી એક ઈસમની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો : – પાટણ: સમી માં પશુઓ દૂર લઈ જવાનું કહેતાં માતા-પુત્ર ઉપર લાકડી વડે થયો હુમલો
આ બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જીલ્લામાંથી પ્રોહીબિશન લગતની ગે.કા.પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા સુચના કરેલ હોય જે અનુસંધાને પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીનના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એ.આર.પટેલ અને સ્ટાફના માણસો પાટણ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઇનોવા ગાડી નં-GJ-15-CB-3893 માં ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલ હોવાની હકિકત મળતા પાટણ ટી.બી.ત્રણ રસ્તા ખાતે નાકાબંધી કરતા ઉપરોકત હકિકત વાળી ગાડીનો ચાલક નાકાબંધી તોડી પાટણથી ચાણસ્મા તરફ ગાડી ભગાવતા તેનો પાટણ એલસીબી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ચાણસ્મા હાઇવે સર્કલ પાસે નાકાબંધી કરી પકડી પાડી હતી.
આ પણ વાંચો : – પાટણના ધારપુર માં પૈસાની ઉઘરાણી મામલે બે પક્ષો વચ્ચે થઈ મારામારી
ગાડીના ચાલક વાઘેલા દિનેશસિંહ લેબસિંહ રહે નાદોત્રા તા.દાંતીવાડા જી.બનાસકાંઠાવાળાના ડ્રાઇવીંગ કબજા હેઠળની ઉપરોકત ગાડીમાંથી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડ નો વિદેશીદારૂ તથા બીયરની બોટલ/ટીન નંગ- 908 કિંમત રૂ.1,00,920/- નો મુદામાલ તથા ઇનોવા ગાડી તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.4,01,920/-નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ