પાટણના ધારપુરમાં પૈસાની ઉઘરાણી મામલે બે પક્ષો વચ્ચે થઈ મારામારી
પાટણ તાલુકાનાં ધારપુર ગામે ઉછીનાં પૈસાની માંગણી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી અને મારામારી થઇ હતી. આ બનાવ અંગે સામસામી ફરીયાદો નોધાઇ હતી. આ અંગેની વિગતો એવી છે કે, પાટણનાં ધારપુર ગામે રહેતા મુકેશભાઇ ચૌહાણ કે જેઓ ગામનાં બોર ઓપરેટર તરીકે નોકરી કરે છે ને દિવ્યાંગ હોવાથી પૈડાવાળી સાયકલ લઇને ઘેર જતા હતા ત્યારે ગામના કચરાભાઇ અને તેમનાં દિકરા દિક્ષીતે તેમને કહેલ કે, “તમને આપેલા એક હજાર પાછા લાવો.” તેમ કહેતાં મુકેશભાઇએ હાલમાં પોતાની પાસે પૈસા ન હોવાનું ને પછી આપીશ એમ કહેતાં આ બંને જણાએ તેમને ગાળો બોલીને લાકડીથી મારતાં ઇજા થતાં તેમને ધારપુરની સિવિલમાં દાખલ કરાયા હતા. જે અંગે તેમણે ફરીયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : – પાટણ એલસીબી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપી, ઈંગ્લીશ દારૂની 900 બોટલ ઝડપાઈ
આ બનાવ અંગે સામા પક્ષે કચરાભાઇ જાદવે પણ મુકેશ અને પરસોતમભાઇ સામે ફરીયાદ નોંધાવી એવો આક્ષેપ ર્યો હતો કે, કચરાભાઇએ મુકેશને આપેલા એક હજાર માંગતા મુકેશે અને પરસોતમભાઇએ પૈસા પાછા નહી મળે તેમ કહીને પરસોતમભાઇએ લાકડી કચરાભાઇને મારી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.