ગુજરાતપાટણપાટણ શહેર

પાટણ જિલ્લાનાં દરેક ગામ સાથે બેંક કનેક્ટિવિટી થાય તેને પ્રાથમિકતા આપો : ડૉ. ભાગવત કરાડ

Rate this post

કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના નાણામંત્રી શ્રી ડૉ. ભાગવત કરાડ પાટણનાં બે દિવસીય પ્રવાસે છે. આજરોજ જિલ્લા સેવા સદન ખાતે મંત્રીશ્રીની અધ્યક્ષતામાં જિલ્લાનાં તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓની સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બેઠકમાં માન. મંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજયસરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત શું-શું કામગીરી થઈ છે અને આગામી સમયમાં શું કામગીરી કરવામાં આવશે તેની માહિતી મેળવી હતી.

જિલ્લા સેવા સદન ખાતે આયોજીત આજની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ મંત્રીશ્રીને પાટણ જિલ્લાની વિસ્તૃતમાં માહિતી આપી હતી. ત્યારબાદ વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, જનધન યોજના, જલ જીવન મિશન, સુજલામ સુફલામ જલ અભિયાન યોજના, ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની માન. મંત્રીશ્રીએ સંલગ્ન અધિકારીશ્રીઓ પાસેથી માહિતી મેળવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિત સિંઘ ગુલાટીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મંત્રીશ્રીને જિલ્લામાં ચાલતી કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. પાટણ જિલ્લામાં રોડ, વીજળી અને પાણીની શું પરિસ્થિતિ છે તે વિશે પણ મંત્રીશ્રીએ માહિતી મેળવી હતી અને અધિકારીશ્રીઓને જરુરી માર્ગદર્શન આપ્યું હતુ. મંત્રીશ્રી ભાગવત કરાડ કેન્દ્ર સરકારમાં નાણાંમંત્રાલય સાંભળતા હોઇ તેમણે બેંક લીડ અધિકારી પાસેથી બેંક સાથે જોડાયેલી સરકારી યોજનાઓની વિગતો મેળવી હતી. જ્યારે 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં તમામ નાગરિકોનું બેંક એકાઉન્ટ ખોલાય તેમજ જિલ્લાનાં દરેક ગામ સાથે બેંક કનેક્ટિવિટી થાય તેને પ્રાથમિકતા આપવા માટે અધિકારીશ્રીઓને સુચન કર્યું હતુ.

જિલ્લા સેવા સદન ખાતે આયોજીત બેઠકમાં માન. નાણામંત્રીશ્રી ડૉ. ભાગવત કરાડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાનુમતી બેન મકવાણા,સાંસદશ્રી ભરતસિંહ ડાભી, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એમ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપ સિંહ રાઠોડ, સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, તેમજ વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *