પાટણહારીજ

પાટણ: હારીજમાં ભાગી ગયેલા પ્રેમી પંખીડાંને પરત લાવી યુવતીના બીજે લગ્ન કરાવ્યા, મહિનામાં ફરીથી ભાગી જતાં ફરિયાદ

Rate this post

પાટણના હારીજ પંથકની એક યુવતી ગામનાં યુવક સાથે ભાગી જઈને પ્રેમલગ્ન નોંધાવીને પરત આવ્યા હતા ને બાદમાં છુટાછેડા લીધા હતા. બાદમાં યુવતી તેનાં પિતાએ તેનાં લગ્ન તેના સમાજમાં એક સ્થળે કર્યા હતા ને તેને સાસરીમાં મોકલી હતી.

આ યુવતી અને યુવક ફરીવાર યુવતીનાં લગ્નનાં એક મહિના પછી ભાગી ગયા હતા. વળી યુવતીનાં પિતાની ભાભીનું અવસાન થયેલું હોવાથી તેમનું બેસણું તા. 27-10-23નાં રોજ રાખ્યું હતું. તે બેસાણાંના સ્થળે યુવતીનાં પિતા અને પરિવારજનો હાજર હતા ત્યારે તેમનાં મહોલ્લા આગળ યુવકનાં માતા-પિતાએ આવીને યુવતીના પિતાને સંબોધીને જાતિ વિષયક અપશબ્દો બોલીને, તારી છોકરી અમારે જોઇતી નથી છતાં મારો છોકરો તેને લઇ ગયો છે. ને તમને એકેયને સાજા નહિં મેલું. તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *