પાટણ જિલ્લાના રાધનપુરમાં યુવક ઉપર લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો કરાયો
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસમાં છોકરાનો હાથ ભાગી ગયો તેમ કહી પૈસાની માંગણી કરીને લોખંડની પાઈપ વડે હુમલો કરતા બે ઈસમો વિરૂધ્ધ રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. ઈજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસમાં રહેતા હરેશભાઈ ચાંદાભાઈ ઠાકોરે બે શખ્સો વિરૂધ્ધ રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોધાવી છે. જેમાં જણાવ્યુ હતુ કે, બે દિવસ અગાઉ મારા દિકરા અનિલને મારા વાસમાં રહેતા ઠાકોર રમેશભાઈના દિકરા રોહિત સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતનું અમારા સમાજના આગેવાનો દ્વારા સમાધાન થઈ ગયુ હતુ.
પાટણના સમીમાં લગ્નના સાટાની બાબતે બે પરિવાર વચ્ચે બબાલ, દીકરા અને માતા ઉપર થયો હુમલો
પરંતુ ગુરૂવારના રોજ રમેશભાઈ રામાભાઈ ઠાકોર મારા ઘરે આવીને કહેવા લાગેલ કે મારા દિકરા રોહિતનો હાથ ભાગી ગયો છે. દવાના પૈસા આપો તેમજ કહી ન સહી શકાય તેવી ગાળો બોલી હતી. અને મારી પત્નિએ રમેશભાઈને ગાળો બોલવાની ના પાડતા રમેશભાઈએ મારી પત્નિને વાળ ખેંચી નીચે પાડી દેતા હું વચ્ચે પડયો હતો અને તેવા સમયે ઉસ્કેરાઈ ગયેલ રમેશભાઈ મારા પર લોખંડની પાઈપ વડે હૂમલો કર્યો હતો.
રાધનપુર-ભાભર હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, કારના આગળના ભાગનો કુચ્ચો બોલી ગયો
ત્યાર બાદ રાજુભાઈ રામાભાઈ અચાનક લાકડી લઈને આવી ગયા હતા. અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત હરેશભાઈને સારવાર માટે રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.પરંતુ તેઓને હાથના ભાગે વધુ ઈજા જણાતા તેઓને વધુ સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બનાવે રાધનપુર પોલીસ મથકે ઠાકોર રમેશભાઈ અને ઠાકોર રાજુભાઈ બંન્ને રહે.રાધનપુર વિરૂધ્ધ ફરીયાદ નોધાઈ હતી.