ગુજરાતપાટણરાધનપુર

પાટણ જિલ્લાના રાધનપુરમાં નાની પીપળી નજીક કેનાલ ઓવરફ્લો થતાં ચાર વીઘામાં વાવેતર કરાયેલા ચણાના પાકને નુકસાન

Rate this post

15 દિવસમાં બીજી વાર કેનાલ ઓવરફ્લો થવાની ઘટના ને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો..

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં અવાર નવાર કેનાલો ઓવરફ્લો થવાની ઘટનાઓને લઈ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા હોય છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની સાથે મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો હોય છે.

ત્યારે આજે ગુરૂવારના રોજ રાધનપુરના નાની પીપળી નજીકની કેનાલ ઓવરફલો થતા કેનાલની બાજુમાં આવેલ ચાર વીઘાના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂત દ્વારા વાવેતર કરાયેલા ચણાના પાકને ભારે નુકસાન થવા પામતા ખેડૂતને પડતા પર પાટા જેવી પરિસ્થિતિ નું નિર્માણ થવા પામ્યું હતું.

રાધનપુર પંથકની નાની પીપળી નજીકની આ કેનાલ 15 દિવસની અંદર બીજી વાર ઓવરફ્લો થઈ હોઈ ખેડૂતોમાં તંત્ર સામે નારાજગી સાથે આક્રોશ જોવા મળ્યો હતો. તો તંત્ર દ્વારા અવાર નવાર ઓવર ફ્લો થતી અને ભંગાણ થતી કેનાલોના મામલે નકકર કામગીરી હાથ ધરી ખેડૂતોને ભોગવવી પડતી હાલાકીનું કાયમી ધોરણે નિરાકરણ લવાય તેવી માંગ ખેડૂત આલમમાં પ્રબળ બનવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *